Gujarat : અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ નોંધાયો, જામનગર-રાજકોટ-ગોંડલ અને ડભોઇમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો

રાજયમાં સતત મેઘમહેર વરસી રહી છે. જામનગર અને રાજકોટ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસેલા વરસાદને કારણે હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:14 AM

અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ નોંધાયો

અમદાવાદમાં આજે વહેલી સવારે 5 કલાકે શરૂ થયેલો વરસાદ આશરે 1 કલાક વરસ્યો હતો. વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં ગટર અને કેમિકલયુક્ત પાણી બેક મારતા સ્થાનિકો પરેશાન થયા હતા. નેશનલ હાઇવે નંબર-8 પર ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બેક મારતા પાણી ભરાયા હતા. બરોડા એક્સપ્રેસ-વેથી જશોદાનગર જવાના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. રાહદારીઓ ગટર અને કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

જામનગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ નોંધાયો

જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લાભરમાં બેથી સાત ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ધ્રોલમાં પણ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગર શહેરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો લાલપુર અને જામજોધપુરમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે. મોટીબાણુગાર, રામપર, ધુંવાવ સહિતના ગામોમાં પાણી ભરાયા છે. કોઝવે પર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઇ છે.

જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફલો થયો

ભારે વરસાદને કારણે જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીત સાગર ડેમમાં ઓક્ટોબર સુધી ચાલે એટલું જ પાણી હતું. ભારે વરસાદને પગલે એક જ રાતમાં જળસંકટ દૂર થયું છે.

રાજકોટ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ નોંધાયો

તો રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. જિલ્લાના લોધિકામાં 5.5 ઈંચ, ગોંડલમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના ઉપલેટા, કોટડા સાંગાણી, જેતપુર, પડધરીમાં 3 ઈંચ વરસ્યો છે.

ડભોઇમાં વહેલી સવારે વરસાદ નોંધાયો

વડોદરાના ડભોઇ શહેર અને તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રોડ રસ્તા પાણી પાણી થયા છે. ટંગીવાળા, સીમરીયા, ગોપાલપુરા, પણસોલી, ભીલાપુરમાં વરસાદ નોંધાયો છે.

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લાઓમાં આપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લાઓમાં આપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">