ખાદ્ય તેલના ભાવમાં ભડકો, બંને તેલમાં 20-20 રૂપિયાનો ભાવવધારો

|

Apr 15, 2022 | 12:49 PM

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ત્યારે હવે લગ્નનની સિઝન શરુ થતાની સાથે જ ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવમાં ભડકો, બંને તેલમાં 20-20 રૂપિયાનો ભાવવધારો
Edible oil (Symbolic Image)

Follow us on

સામાન્ય જનતા સતત મોંઘવારીથી પીસાતી જઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ત્યારે હવે લગ્નનની સિઝન શરુ થતાની સાથે જ ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil)માં 20-20 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને આર્થિક સંકટમાં મુકી દીધા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલમાં અછત સર્જાતા રાજકોટમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. બીજી તરફ આ વધારો લગ્નની સિઝન શરૂ થઇ રહી છે તેના લીધે થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સિંગતેલ અને કપાસિયા તેલમાં વણથંભી તેજી ચાલી રહી છે અને દરરોજ નવા-નવા ભાવો ખુલી રહ્યા છે. હવે રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા એમ બંને તેલમાં 20-20 રૂપિયાનો ભાવવધારો થયો છે. સિંગતેલનો ભાવ 2710 રૂપિયા હતો, જે ગુરુવારે સાંજે 20 રૂપિયા વધીને 2730 રૂપિયા થયો, તેવી જ રીતે કપાસિયા તેલનો ભાવ 2580 રૂપિયા હતો, જે વધીને 2600 રૂપિયા થઇ ગયો છે.

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

આ પણ વાંચો-Ahmedabad: CNGના વધતા જતા ભાવ સામે આજથી રિક્ષા ચાલકોની સ્વયંભૂ હડતાળ, બે લાખ રિક્ષાના પૈડા થંભી જશે

આ પણ વાંચો-Gandhinagar: 15 લાખની લાંચના કેસમાં અધિકારીના લોકરમાંથી રૂ. 81.27 લાખના સોના અને પ્લેટિનમના દાગીના, રોકડ મળ્યાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article