વર્ષોથી કરેલી ભક્તિની ભારત સરકારે લીધી નોંધ, ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણને મળશે પદ્મ શ્રી એવોર્ડ
Hemant Chauhan : તેમણે વર્ષોથી પોતાના સ્વરોથી ભગવાનની ભક્તિ કરીને ભજનોને ગુજરાતમાં ગુંજતા રાખ્યાં છે, જેની નોંધ લઈને ભારત સરકારે તમને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.
74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 106 હસ્તી માટે આ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ લિસ્ટમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે. પ્રખ્યાત આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ એવોર્ડના હકદાર બનનાર આ ગુજરાતીઓના લિસ્ટમાં લોકપ્રિય ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણ પણ સામેલ છે. ચાલો જાણીએ વર્ષોથી ભગવાનની ભક્તિ કરનાર હેમંત ચૌહાણ વિશે.
ગુજરાતના ગામડાઓમાં આજે પણ ભજન સાંભળવામાં આવે છે. એક સમય એવો હતો જ્યારે ગામડાની સવાર અને સાંજ ભજનના અવાજોથી થઈ જ થતી હતી. ગુજરાતીઓ સાહિત્યમાં હજારોની સંખ્યામાં ભજનો છે. ગામડાની આબોહવામાં ભજન સાંભળવાની મજા જ કઈક અલગ હોય છે. હેમંત ચૌહાણ જેવા ભજનિકોએ ગુજરાતીઓના દિલમાં આજે પણ આ ભજનોને પોતાના સ્વારોથી જીવિંત રાખ્યાં છે.
ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણ
તેમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
પંખીડા ઓ પંખીડા , વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હિન્દી ભજનનાં પણ તેમનાં કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન (સુર મંદિર) નોંધનીય છે. સંતવાણી – ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.
સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ (પેટીવાજું) અને સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તેઓ ખૂબ સરળતાથી વગાડી જાણે છે.તેમને વર્ષ 2011માં અકાદમી રત્ન પુરસ્કાર, 1986-87માં શ્રેષ્ઠ પાર્શ્વગાયક એવોર્ડ (કેસર ચંદન) અને ગુજરાત ગૌરવ પુરસ્કાર (ગુજરાત સરકાર) જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે વર્ષોથી પોતાના સ્વરોથી ભગવાનની ભક્તિ કરીને ભજનોને ગુજરાતમાં ગુંજતા રાખ્યાં છે, જેની નોંધ લઈને ભારત સરકારે તમને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.
106 હસ્તીઓને પદ્મ એવોર્ડની જાહેરાત
આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે જેમાં 3 જોડીને, નીચેની સૂચિ મુજબ એવોર્ડ એક તરીકે ગણવામાં આવે છે. યાદીમાં 6 પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારો. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે અને યાદી પણ છે.
આ 7 ગુજરાતીઓને મળશે પદ્મ એવોર્ડ
પદ્મ વિભૂષણ
1. બાલકૃષ્ણ દોશી- આર્કિટેક્ચર
પદ્મશ્રી
2. હેમંત ચૌહાણ-આર્ટ
3. ભાનુભાઈ ચિતારા- આર્ટ
4. મહિપત કવિ- આર્ટ
5. અરિઝ ખંભાતા- ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ
6. હિરાબાઈ લોબી- સોશિયલ વર્ક
7. પ્રો. (ડો.)મહેન્દ્ર પાલ- સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
8. પરેશભાઈ રાઠવા – આર્ટ
આર્કિટેક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ, આર્ટ ક્ષેત્રે યોગદાન આપના હેમંત ચૌહાણ, પરેશભાઈ રાઠવા, ભાનુભાઈ ચિતારા, મહિપત કવિને પદ્મશ્રી, અરિઝ ખંભાતાના ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રના યોગદાન માટે, હિરાબાઈ લોબીને સોશિયલ વર્ક માચે અને પ્રો. (ડો.)મહેન્દ્ર પાલને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ યોગદાન માટે પદ્મ એવોર્ડની આપવાની જાહેરાત કરવામાં આવી છે.