AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100 નજીક પહોંચ્યો

Gujarati Video: તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100 નજીક પહોંચ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:40 AM
Share

એક તરફ રક્ષાબંધન અને પછી સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. તેમ તેમ ખાદ્ય તેલોમાં ભડકો થતો જઇ રહ્યો છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.

Rajkot : તહેવારો આવતા પહેલા ફરી એક વાર તેલના ભાવમાં આગ ઝરતી તેજી (Price hike) જોવા મળી રહી છે. એક તરફ રક્ષાબંધન અને પછી સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. તેમ તેમ ખાદ્ય તેલોમાં ભડકો થતો જઇ રહ્યો છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.

આ પણ વાંચો-Gujarati Video : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેહુલ રૂપાણીના હોદ્દાને લઇને વિવાદ, પુરાવા રજૂ ન કરતા મતદાર યાદીમાંથી કરાઇ બાદબાકી

મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. જેના પગલે સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100ની નજીક પહોંચ્યો છે. તો સાથે જ તહેવારોમાં તેલના ભાવ ઘટવાની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">