ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગનું રાજકોટ કનેક્શન ખુલ્યુ, હરેન નામના આરોપીની પૂછપરછમાં થયો આ ખુલાસો
લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi) ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા છે. રાજકોટનો એક યુવાન પણ બિશ્નોઇ ગેંગનો સભ્ય હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં બે કરોડની ખંડણી કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi) ગેંગનું રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા છે. રાજકોટનો એક યુવાન પણ બિશ્નોઇ ગેંગનો સભ્ય હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં બે કરોડની ખંડણી કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રાજકોટના (Rajkot) હરેન નામના આરોપીની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરેને દિલ્લી ક્રાઇમ બ્રાન્ચને બિશ્નોઇ ગેંગની ખંડણીની વિગતો આપી છે.
ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોરેન્સના સંપર્કમાં આવ્યો
એટલું જ નહીં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હરેન નામનો આરોપી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલના સંપર્કમાં આવ્યો હતો અને સંપર્કમાં આવ્યાં બાદ તે બિશ્નોઇ ગેંગનો સભ્ય બની ગયો હતો.
જખૌ નજીકથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં થઇ છે ધરપકડ
કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરાયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાઇ સિક્યોરિટી સાથે બિશ્નોઇને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. બિશ્નોઇના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ વધુ રિમાન્ડની માગ ન કરતા જેલ જવાલે કરાયો હતો.
આ પહેલા પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી હતી. જે બાદ ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.
લોરેન્સની કરવામાં આવી પૂછપરછ
2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી છે. જે બાદ ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ લોરેન્સના જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાની ઈસમ અબ્દુલ્લા અને એક નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યો.
લોરેન્સ બિશ્નોઈની પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંડોવણી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. લોરેન્સે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાની આશંકા હતી. જેના આધારે સુરક્ષા એજન્સીઓ લોરેન્સની વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…