AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ડિવિઝનમાં 17 જાન્યુઆરીએ થશે ડબલ ટ્રેકનું કામ, રેલ ટ્રાફિકને પડશે અસર

Railway News : ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન આ કામને લીધે મોડી ઉપડશે. આથી તંત્રએ મુસાફરોને જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.

રાજકોટ ડિવિઝનમાં 17 જાન્યુઆરીએ થશે ડબલ ટ્રેકનું કામ, રેલ ટ્રાફિકને પડશે અસર
ડબલ ટ્રેકના કારણે થશે ટ્રેન સેવાને અસર
Darshal Raval
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:00 PM
Share

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલ બ્લોકને હવે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે. અગાઉ બ્લોકને 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી રાખવામાં આવ્યો હતો. જો કે હવે 17 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન આ કામને લીધે મોડી ઉપડશે. આથી તંત્રએ મુસાફરોને જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે .જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ ડિવિઝનમાં ડબલિંગની કામગીરીને કારણે રેલ ટ્રાફિકને અસર થશે

અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

  •  ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ જે અગાઉ 15.01.2023 સુધી રદ કરવામાં આવી હતી તે હવે 16.01.2023 સુધી પણ રદ રહેશે.
  • ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જે અગાઉ 16.01.2023 સુધી રદ કરવામાં આવી હતી તે હવે 17.01.2023 સુધી પણ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  •  ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 15.01.2023 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશ. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસને 15.01.2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 16.01.2023ના રોજ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્રની અપીલ : રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">