Dhoraji: ખાડા અને ગંદકીથી ત્રસ્ત નાગરિકો, શાસક અને વિપક્ષ આક્ષેપબાજીમાં વ્યસ્ત
ધોરાજીના ચીફ ઓફિસરે જણાવેલું હતું કે ધોરાજી શહેરમાં જે મુખ્ય માર્ગો પર ખાડા (potholes) પડી ગયા છે તેની ફરિયાદ નગરપાલિકાને મળી છે અને ટૂંક સમયની અંદરમાં જ તમામ રસ્તાઓનું રીસરફેસિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ધોરાજી શહેર હવે ખાડા નગરી બની ચૂક્યું છે, ધોરાજી (Dhoraji) શહેરના અનેક મુખ્ય માર્ગો પર ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાઓ (Sinkhole) છાશવારે અકસ્માતને નોતરે છે, તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં ન આવતા લોકો પરેશાન છે. ધોરાજી શહેરની એક લાખની જનતા રસ્તા પર પડેલ ખાડાથી ત્રાહિત ધામ છે, સમગ્ર ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે, ધોરાજીમાં વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા છે.
ધોરાજીના નાગરિકો બિસ્માર રસ્તા (Broken Road) અને ગંદકીથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે. શહેરમાં રોડ રસ્તા બનાવવાની કામગીરી સમયે નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે તેવું સ્થાનિકોનો આક્ષેપ છે ધોરાજી શહેરના રસ્તાઓ એટલી હદે બિસ્માર છે કે અહીંયા ખરીદી માટે આવતા લોકો પણ મૂંઝવણમાં મુકાય છે અને અકસ્માતના ભયથી ખરીદી કરવા માટે આવતા નથી, હાલ તહેવારો શરૂ થઈ ગયા છે અને રસ્તાઓ રિપેર કરવામાં આવ્યા નથી. આ બાબતે ધોરાજીના ચીફ ઓફિસર એ જણાવેલું હતું કે ધોરાજી શહેરમાં જે મુખ્ય માર્ગો પર ખાડા (potholes) પડી ગયા છે, તેની ફરિયાદ નગરપાલિકાને મળી છે અને ટૂંક સમયની અંદરમાં જ તમામ રસ્તાઓનું રીસરફેસિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ગંદકીથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે નાગરિકો
વરસાદ બાદ ધોરાજીમાં ગંદકીને કારણે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે ધોરાજીમાં ગંદકીને કારણે લોકો ત્રસ્ત છે, ત્યારે ભાજપ કોંગ્રેસ એક બીજા પર આક્ષેપ બાદ આક્ષેપ કરી રહ્યા છે. ધોરાજી શહેર ગંદકી થી ખદબદી રહ્યું છે, ધોરાજીમાં જીયા જુઓ ત્યાં ગંદકીને ગંદકી જોવા મળી રહી છે. ગંદકીને કારણે ધોરાજી શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ધોરાજીમાં ઠેર ઠેર ખડકાયેલા ગંદકીના ગંજને કારણે શહેરભરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.
ધોરાજીના સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં અનિયમિત સફાઈને કારણે લોકો ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા અનિયમિત સફાઈ થાય છે અને પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ કોઈપણ જાતનો યોગ્ય નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરતા નથી, જેથી ધોરાજીની એક લાખની જનતા હાલ ભયંકર રોગચાળાના ભયના તળે જીવી રહી છે.
શાસક વિપક્ષ આક્ષેપબાજીમાં વ્યસ્ત, નાગરિકો રામભરોસે
ધોરાજી શહેર ભાજપના મહામંત્રી વિજય બાબરીયાનો આક્ષેપ છે કે ધોરાજી શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવા બાબતે નિષ્ફળ નીવડી છે, ત્યારે ધોરાજી શહેર ગંદકીથી ખદબધી રહ્યું છે, ધોરાજી શહેરમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે કોંગ્રેસ શાસિત નગરપાલિકા સફાઈ જેવી સામાન્ય બાબતમાં પણ નિષ્ફળ નીવડી છે.
ધોરાજી શહેર કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સદસ્ય પ્રફુલ વેઘાસિયાએ પણ એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે ધોરાજી શહેરમાં ગંદકી છે, શહેર કોંગ્રેસના આગેવાન અને ધોરાજી નગરપાલિકાના સદસ્ય જણાવ્યું હતું કે ધોરાજીમાં વરસાદને કારણે સફાઈ કામગીરી ટલ્લે ચડી હતી, હાલ ધોરાજીમાં સફાઈ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ભાજપ માત્ર આક્ષેપ બાજી કરી અને કોંગ્રેસને બદનામ કરી રહ્યો હોવાનું પણ કોંગ્રેસ ના આગેવાનોએ જણાવ્યું હતું.