AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભૂત-પ્રેત ભગાડવાનો વીડિયો વાયરલ, જયંત પંડ્યાએ લગાવ્યા ગંભીર આરોપો

જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભૂત-પ્રેત ભગાડવાનો વીડિયો વાયરલ, જયંત પંડ્યાએ લગાવ્યા ગંભીર આરોપો
dhirendra shastri
| Updated on: Jun 08, 2026 | 1:16 PM
Share

બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાયા છે. રાજકોટમાં યોજાયેલા તેમના ‘દિવ્ય દરબાર’ બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. ત્યારે હવે આ અંધશ્રદ્ધા ફેલાવતા દૃશ્યો સામે આવતા જયંત પંડ્યા અને પુરૂષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરને આડેહાથે લીધા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ મહિલા ધૂણી

વાયરલ થઈ રહેલા વીડિયો અને ઘટનાની વિગતો મુજબ, દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને કેટલાક લોકો ‘ધૂણવા’ લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર ‘પ્રેત’ આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ભારે આક્રોશ

આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયા છે. 21મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ પ્રકારે જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાથી બુદ્ધિજીવીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન આવા કાર્યક્રમો સામે કેમ આંખ આડા કાન કરે છે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

જયંત પંડ્યા અને પુરુષોત્તમ પીપળીયાએ લગાવ્યા ગંભીર આરોપો

ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કથિત ચમત્કારો અને દિવ્ય દરબાર સામે સ્થાનિક સ્તરેથી વિરોધનો સૂર ઉઠ્યો છે. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. આ વિવાદ હવે આગામી દિવસોમાં વધુ વકરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્રના અગ્રણી સહકારી અને પાટીદાર આગેવાન પુરષોત્તમભાઈ પીપળીયાએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા પૂરી કરીને જાહેરમાં અનેક લોકોને ધુણાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે પુરુષોત્તમ પીપળીયા બાગેશ્વર બાબા વિરુદ્ધ વિરોધ કરવા નીકળ્યા હતા,જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

Rajkot Breaking News: બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, ચીઠ્ઠીમાં લખાયેલી વાતો સાચી નીકળ્યાનો ભક્તોનો દાવો, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">