રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર, તંત્ર SOPમાં કોઈ ફેરફાર નહીં કરે તો રાઈડ્સ માલિકોએ હરાજીના બહિષ્કારની આપી ચીમકી

રાજકોટના લોકમેળામાં SOPને લઈને કોકડુ હજુ પણ ગૂંજવાયેલુ છે. સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવા મુદ્દે રાઈડ્સ સંચાલકોએ તેમનુ વલણ સ્પષ્ટ કરતા જણાવ્યુ છે કે જે તંત્ર દ્વારા SOPના નિયમો હળવા કરવામાં નહીં આવે અને તેમા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો તેઓ હરરાજીનો બહિષ્કાર કરશે અને આ વખતે રાઈડ્સ વગર જ મેળો યોજાશે

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 08, 2024 | 3:46 PM

રાજકોટના્ લોકમેળામાં SOPને લઈને રાઈડ્સ સંચાલકો ટસ ના મસ થવા તૈયાર નથી દેખાઈ રહ્યા. રાઈડ્સ સંચાલકોએ કલેક્ટર સમક્ષ SOPના નિયમો હળવા કરવા સંદર્ભે રજૂઆત કરી છે. જો કે કલેક્ટરે પણ નિયમોમાં કોઈપણ છૂટછાટ કે બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે આ મુદ્દે હવે રાઈડ્સ સંચાલકો પણ જીદે ભરાયા છે અને સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. રાઈડ્સ સંચાલકોનું કહેવુ છે “જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઈએ. અમે જુના નિયમો પ્રમાણે રાઈડ્સનું સંચાલન કરવા તૈયાર છીએ અને તંત્ર દ્વારા બનાવાયેલા નિયમો મોટા બ્રિજ અને રસ્તાઓ માટે હોય છે. જો કલેક્ટર બાંધછોડ કરવા તૈયાર ન હોય તો રાઈડ્સ વગર જ મેળો યોજાશે. અમે દરેક રાઈડ્સનો વીમો લઈએ છીએ, દરરોજ અમારી રાઈડ્સ પણ ચેક થાય છે. અમે સરકારને નિયમો હળવા કરવા રજૂઆત કરી છે, જો તેમ નહીં થાય તો મેળો રાઈડ્સ વગર યોજાશે”

રાઇડ્સની SOPને લઇ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન

આ તરફ રાઈડ્સની SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યુ ” રાઈડ્સ અંગેની SOPમાં કોઈ ફેરફાર નહીં થાય. SOP લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છએ કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે. બીજી તરફ તેમણે જણાવ્યુ કે રાઈડ્સ ચાલુ નહીં થાય તો મેળાના અન્ય આકર્ષણ પણ છે.”

મહત્વનું છે, રાઇડ્સની હરાજી માટેનો આજે છેલ્લો દિવસ છે. જો નિયમોમાં ફેરફાર નહીં કરાઇ તો રાઇડ્સધારકો હરાજીમાં નહીં જોડાય તેવી ચર્ચા છે. બીજી તરફ કલેક્ટર પ્રભવ જોશીનું કહેવું છે. કે “રાઇડ્સ ચાલુ નહીં થાય, તો મેળાના અન્ય આકર્ષણો પણ છે”. નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા તંત્ર મક્કમ છે. હવે જોવુ રહ્યું રાઇડ્સ ધારકો હરાજીમાં જોડાય છે કે પછી આ વખતે રાજકોટવાસીઓને રાઇડ્સ વિના જ મેળો માણવો પડશે.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">