રામ રાખે તેને કોણ ચાખે, રાજકોટ અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટના, બાળકનો ચમત્કારિક બચાવ, જુઓ વીડિયો

|

Sep 23, 2022 | 8:20 AM

રાજકોટ તેમજ બનાસકાંઠામાં કાર અકસ્માતની બે અલગ અલગ ઘટના બની હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. રાજકોટમાં બેકાબૂ બનેલી કારે વાહનોનો કચ્ચરઘાણ બોલાવ્યો હતો. તો બનાસકાંઠામાં બે કાર અથડાતા એક કાર આગમાં ભડથું થઈ ગઈ હતી.

રામ રાખે તેને કોણ ચાખે, રાજકોટ અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટના, બાળકનો ચમત્કારિક બચાવ, જુઓ વીડિયો
રાજકોટમાં પૂરપાટ વેગે આવતી કારે વાહનોનો વાળ્યો કચ્ચરઘાણ

Follow us on

કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, જ્યારે ઇશ્વરે તમારી સુરક્ષા કરવાનું નક્કી કર્યું હોય ત્યારે કોઈ વ્યક્તિ માણસનો વાળ વાંકો નથી કરી શકતું. આવી જ ઘટના રાજકોટ  (Rajkot) તેમજ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં બની હતી. રાજકોટમાં પૂરપાટ વેગે જતી કારે અકસ્માત  (Accident) સર્જયો હતો. જોકે આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. તો બનાસકાંઠામાં અંબાજી કૈલાશ ટેકરીના ઢાળ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી.

રાજકોટમાં બેકાબૂ બનેલી કારથી વાહનોનો કચ્ચરઘાણ

રાજકોટના ગીચ વિસ્તાર એવા હરિહર ચોક નજીક આંખના પલકારાની ઝડપે જતી લક્ઝુરિયસ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. બેકાબુ કારે ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTVમાં જોઈ શકાય છે કે, બેકાબુ કાર એક બાળક પર ચડવાની હતી, પરંતુ બાળકની સાથે રહેલા વ્યક્તિની સમયસુચકતાથી બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. તો બીજી તરફ કાર જોરદાર ઇલેકટ્રીક થાંભલા સાથે અથડાયા પૂર્વે પાર્ક4 વાહનોના કચ્ચરઘાણ કાઢી નુકસાન પહોંચાડયું છે. અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. કારચાલક પોરબંદર પંથકના સહકારી આગેવાન હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર ઘટના પર પ્રદ્યુમનનગર પોલીસ તપાસ હાથ ધરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

 

બનાસકાંઠામાં કાર અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં

સદનસીબે આગની આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી

 

તો બીજી તરફ બનાસકાંઠાના  (Banaskantha) અંબાજીમાં અકસ્માતની ઘટના બની છે અંબાજી  (Ambaji) કૈલાશ ટેકરીના ઢાળ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો  હતો. અકસ્માતમાં બે કાર ધાડાકભેર અથડાઈ હતી. જેના કારણે એક  કારમાં ધડાકા  ભીષણ આગ પણ લાગી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી અને ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

Next Article