Rajkot: મુંબઇ જતી ફ્લાઇટમાં AC બંધ થતા મુસાફરો ગરમીથી શેકાયા, મુસાફરોએ ચાલુ પ્લેનમાં મચાવ્યો હોબાળો, જુઓ VIDEO

|

Sep 09, 2022 | 5:00 PM

કોઇપણ સ્થળે સરળતાથી અને આરામદાયક મુસાફરી માટે લોકો ફ્લાઇટની પસંદગી કરતા હોય છે. જો કે આ જ ફ્લાઇટમાં (Flight) અગવડતા પણ પડી શકે. રાજકોટની (Rajkot) એક મુંબઇ જતી ફ્લાઇટનો આવો કિસ્સો સામે આવ્યો છે.

Rajkot: મુંબઇ જતી ફ્લાઇટમાં AC બંધ થતા મુસાફરો ગરમીથી શેકાયા, મુસાફરોએ ચાલુ પ્લેનમાં મચાવ્યો હોબાળો, જુઓ VIDEO
ફ્લાઇટમાં AC બંધ થતા મુસાફરોનો હોબાળો

Follow us on

તમે કોઇ ફ્લાઇટ માટે મોંઘીદાટ ટિકિટ ખરીદી હોય અને પછી ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન તમને કોઇ સુવિધા ન મળે તો ? રાજકોટથી (Rajkot) મુંબઇ જતી ફલાઇટના મુસાફરો સાથે પણ કઇક એવુ જ થયુ છે. મુસાફરોને (Passengers) ચાલુ ફ્લાઇટમાં અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો. ફ્લાઇટમાં (Flight) એસી બંધ હોવાથી ચાલુ ફલાઇટમાં મુસાફરોએ ગરમીથી શેકાવુ પડ્યુ હતુ. જેને લઇને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ એસી બંધ હોવાના પગલે હોબાળો કર્યો હતો.

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ચાલુ ફ્લાઇટમાં AC બંધ પડતા મુસાફરો શેકાયા

કોઇ પણ સ્થળે સરળતાથી અને આરામદાયક મુસાફરી માટે લોકો ફ્લાઇટની પસંદગી કરતા હોય છે. જો કે આ જ ફ્લાઇટમાં અગવડતા પણ પડી શકે. રાજકોટની એક મુંબઇ જતી ફ્લાઇટનો આવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટથી મુંબઇ જતી ફ્લાઇટમાં એસી બંધ થતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટથી મુંબઇ જવા માટે ફ્લાઇટ ઉપડી ગઇ હતી. જો કે આકાશમાં ઉડી રહેલી ફલાઇટમાં એસી જ ચાલુ ન હતુ. ફ્લાઇટમાં એસી બંધ હોવાના કારણે મુસાફરો ગરમીથી રેબઝેબ થઇ ગયા હતા. ઘણી વાર ફ્લાઇટના સ્ટાફને રજૂઆત કરવા છતા પણ એસી ચાલુ થયુ ન હતુ.

મુસાફરોએ ફ્લાઇટમાં હોબાળો કર્યો

ચાલુ ફ્લાઇટે એસી બંધ થતા મુસાફરોને ગરમીમાં મુસાફરી કરવા મજબૂર થવુ પડ્યું હતુ. એરલાઇન્સ કંપનીની આવી બેદરકારીથી મુસાફરોએ વધુ પૈસા ખર્ચીને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંતે ગરમીથી શેકાયેલા મુસાફરોએ ફ્લાઇટમાં હોબાળો કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મુસાફરોએ  ફ્લાઇટમાં પડતી અગવડતાને લઇને ભારે રોષ ઠાલવ્યો હતો.

Next Article