પાર્લામેન્ટ્રી બોર્ડમાં બ્રહ્મસમાજને સ્થાન ન મળતા નારાજગી, બ્રહ્મસમાજે સી.આર.પાટીલને રજૂઆત કરી
તાજેતરમાંં જ ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડમાં બદલાવ કર્યો છે. જેમાં બ્રહ્મસમાજને સ્થાન ન મળતા નારાજગી જોવા મળી રહી છે. જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાત બ્રહ્મસમાજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળીને આ અંગે રજૂઆત કરી છે
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ (BJP Parliamentary Board)માં બ્રહ્મસમાજ (Brahmasamaj)ને સ્થાન આપવા સૌરાષ્ટ્ર અને ગુજરાત બ્રહ્મસમાજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રજૂઆત કરી છે. 14 સભ્યોના પાર્લામેન્ટ્રી બોર્ડમાં એક પણ બ્રાહ્મણ પ્રતિનિધી ન હોવાથી બ્રહ્મસમાજમાં નારાજગી ફેલાઈ છે.
બ્રહ્મ સમાજે સી.આર પાટીલ સમક્ષ મુકી રજૂઆત
પાર્લામેન્ટ્રી બોર્ડમાં સ્થાનનું મહત્વ એટલે છે કેમકે વિધાનસભા ચૂંટણી માટે જે અંતિમ નામો નક્કી કરવાના હોય છે તે પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો નક્કી કરતા હોય છે. જો કે પાર્લામેન્ટ્રીમાં 14 સભ્યો પૈકી એક પણ સ્થાન બ્રહ્મસમાજને મળ્યુ નથી. જેને લઈને બ્રહ્મસમાજમાં નારાજગી છે. જેથી સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજ અને ગુજરાત બ્રહ્મસમાજના પ્રતિનિધિ દ્વારા આ અંગે રજૂઆત કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચીને પોતાની વાત મુકી છે. 14 સભ્યોની પાર્લામેન્ટ્રીમાં બ્રહ્મસમાજને પણ સ્થાન મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.
પાર્લામેન્ટ્રી બોર્ડમાં 14 સભ્યો આ પ્રમાણે છે
તાજેતરમાંં જ ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડમાં બદલાવ કર્યો છે. 14 સભ્યોના ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં 6 પાટીદાર, 2 OBC, 1 ક્ષત્રિય, 1 વણિક, 1 આદિવાસી અને 1 દલિત સમાજના પ્રતિનિધિને સ્થાન અપાયું છે. પરંતુ બ્રહ્મસમાજને સ્થાન ન મળતા નારાજગી જોવા મળી રહી છે. જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાત બ્રહ્મસમાજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળીને આ અંગે રજૂઆત કરી છે
આ પણ વાંચો- પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
