Rajkot બનશે રેલ્વે ફાટક મુક્ત ,અટિકા અને ઢેબર રોડ ક્રોસિંગ પર બ્રિજ બનાવવાની વિચારણા

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ શહેરના વિવિધ રેલવે ફાટકોની મુલાકાત લીધી હતી અને ત્યાં ટ્રાફિકની સમસ્યાનો હલ કઇ રીતે કરી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી

Rajkot બનશે રેલ્વે ફાટક મુક્ત ,અટિકા અને ઢેબર રોડ ક્રોસિંગ પર બ્રિજ બનાવવાની વિચારણા
Rajkot will be Railway Gate free Attica and Dhebar road crossings are considered to be bridges
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:15 PM

રાજ્ય સરકારના ફાટક મુક્ત ગુજરાતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ફાટક મુક્ત રાજકોટ(Rajkot) તરફ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ શહેરના વિવિધ રેલવે ફાટકોની મુલાકાત લીધી હતી અને ત્યાં ટ્રાફિકની સમસ્યાનો હલ કઇ રીતે કરી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી જેમાં રાજકોટની પીડીએમ કોલેજ પાસે આવેલો ઢેબર રોડ ફાટક અને અટીકા ફાટક પર બ્રિજ(Bridge)  બનાવવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતુ કે ફાટકમુક્ત રાજકોટ બનાવીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા સક્રિય છે.શહેરમાં જે જે સ્થળોએ રેલવે ફાટક આવેલા છે ત્યાં અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવી શકાય કે કેમ તે અંગેનો અભ્યાસ ચાલી રહ્યો છે જે પૈકી હાલના તબક્કે પીડીએમ કોલેજ સામેના રેલવે ફાટક અને અટિકા ફાટક પર બ્રિજ બનાવવું સંભવ છે જેને લઇને આયોજન તૈયાર થઇ રહ્યું છે.આ અંગે બ્લુપ્રિન્ટ તૈયાર કરીને રેલવે સાથે સંકલન કરવામાં આવશે..

મહાનગરપાલિકાની વિઝીટ દરમિયાન ડેપ્યુટી કમિશનર સી કે નંદાણી,ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા,સીટી ઇજનેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આમ્રપાલિ ફાટક પર અંડરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યા દુર કરાઇ.

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આમ્રપાલિ ફાટક તૈયાર કરીને ટ્રાફિકની સમસ્યા દુર કરવામાં આવી છે.રાજકોટના રૈયા રોડ પર આવેલા આમ્રપાલી રેલવે ફાટકમાં દરરોજ હજારોની સંખ્યામાં વાહન પસાર થાય છે પરંતુ ફાટક બંધ થવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો એટલું જ નહિ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હતી જેને લઇને અંડરબ્રિજ તૈયાર થતા આ સમસ્યા હલ થઇ છે.

આ પણ વાંચો : General Knowledge: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના વિશે તમે કેટલું જાણો છો?

આ પણ વાંચો : Numerology : અંકોથી થાય છે લોકોના સ્વભાવની ઓળખ, જાણો 1થી 9 અંકો વિશે શું કહે છે અંકશાસ્ત્ર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">