General Knowledge: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના વિશે તમે કેટલું જાણો છો?

ભારતે 121 વર્ષમાં ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલમ્પિકમાં જેવલીન થ્રો(Javelin Throw)ની રમતમાં ગોલ્ડ મેડલ (Gold Medal)મળતા જ લોકોનો રસ જેવલીન થ્રોમાં વધવા લાગ્યો છે.

General Knowledge: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના વિશે તમે કેટલું જાણો છો?
: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:30 PM

General Knowledge:ભારતે 121 વર્ષમાં ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરવ ચોપરા (Neeraj Chopra)એ જેવલીન થ્રો એટલે કે ભાલા ફેંક સ્પર્ધામાં આ રેકોર્ડ કર્યો છે.

ઓલિમ્પિક જેવેલિન થ્રો(Javelin Throw)માં ગોલ્ડ મેડલ(Gold Medal) જીતવાની સાથે, આ રમત પ્રત્યે લોકોનો રસ ઘણો વધી ગયો છે. બહુ ઓછા લોકો હશે જે આ રમતના તમામ નિયમો જાણતા હશે.

આવી સ્થિતિમાં, લોકો રસ પણ લઈ રહ્યા છે કે આખરે આ રમત શું છે અને તેના નિયમો (Rules of Javelin Throw) શું છે. ચાલો ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતને ગોલ્ડ મેડલ (Gold Medal) જીતાડનાર આ રમત વિશે બધું જાણીએ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જેવલિન થ્રો શું છે?

જેવેલિન થ્રો (Javelin Throw) એક ઓલિમ્પિક રમત છે. તે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ છે. આ એક આઉટડોર રમત છે. જેમાં પુરુષના ભાલાનું વજન ઓછામાં ઓછું 800 ગ્રામ અને તેની લંબાઈ 2.6 મીટર અને 2.7 મીટર વચ્ચે છે.

મહિલાઓના ભાલાનું વજન ઓછામાં ઓછું 600 ગ્રામ છે અને લંબાઈ 2.2 મીટર અને 2.3 મીટરની વચ્ચે છે. થ્રોને તે બિંદુથી માપવામાં આવે છે જે પહેલા જમીન પર ટકરાય છે.

ભાલાનો આકાર

વજન – પુરુષ ખેલાડી માટે ભાલાનું વજન 800 ગ્રામ છે. મહિલા ખેલાડી માટે 600 ગ્રામનો ભાલો છે.

લંબાઈ – પુરુષો માટે 2.6 અને 2.7 મીટર (8 ફૂટ 6 ઇંચ અને 8 ફૂટ 10 ઇંચ), જ્યારે મહિલાઓ માટે 2.2 અને 2.3 મીટર.

ભાલા ફેંકના રમતના નિયમો

ભાલું ફેંકતી વખતે તેને ખભા ઉપરથી ફેંકવામાં આવે છે. તમે ભાલું ફેકતા પહેલા તેને ફેંકવાની દિશામાં તમારી પીઠ ફેરવી શકતા નથી. જો ભાલું ફેંકતી વખતે ખેલાડી (Player)ના શરીરના કોઇ ભાગ મેદાનની બહાર તો તેને ફાઉલ માનવામાં આવે છે.

આ રમતમાં સાચો થ્રો એજ માનવામાં આવે છે કે જેમાં ભાલાનો છેડો જમીનમાં ધુસી જાય છે અથવા ભાલો જમીન પર ઉભો રહે છે. રમત દરમિયાન, ખેલાડી (Player)ને ત્રણ વખત ભાલું ફેંકવાની તક આપવામાં આવે છે. જે સૌથી દૂર ફેંકી દે છે તે જીતે છે. વળી, જો ભાલાનો છેડો તૂટી જાય અથવા ભાલો ફેંકતી વખતે ભાલો તૂટી જાય, તો અસફળ ગણાય છે.

1.ખેલાડી ભાલાને ખભાની ઉપર ઉંચકીને રન-અપની શરુઆત કરે છે આ પોલને પકડવા માટે એખ ગ્રિપ પણ હોય છે.

2.ખેલાડી 30 મીટરથી 36.50 મીટર લાંબા અને 4 મીટર પહોળા રનવે પર દોડે છે. થ્રો દરમિયાન ખેલાડી કોઈપણ સમયે રનવે છોડી શકે નહીં.

3.ખેલાડી ભાલાને ત્રણ રીતે પકડી શકે છે. અમેરિકન પકડ, ફિનિશ પકડ અને વી પકડ. ત્રણેય પકડમાં આંગળીઓ અને ભાલાની સ્થિતિ અલગ હોય છે.

4. ખેલાડીના સ્ટ્રેટ રન-અપમાં 10 થી 15 પગલા દુર હોય છે. ત્યારબાદ ત્રણ થી ચાર ક્રોસ ઓવર પગલા આગળ વધે છે ભાલાને સાચી દિશામાં ફેંકે છે.

5.રમતના કાયદા અનુસાર, રમતવીરે ફાઉલ લાઈન પાર ન કરવી જોઈએ. આ તે રેખા છે જ્યાંથી અંતર માપવામાં આવે છે. રમતવીરો રન-અપ દરમિયાન જે તાકાતથી ભાલું ફેંકે છે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે.

રમતનો ઇતિહાસ

એક રમત તરીકે જેવેલિન થ્રો શિકાર અને લડાઈમાં ભાલાના ઉપયોગથી લેવામાં આવ્યું હતુ. આ રમત 1908 થી પુરુષો માટે અને 1932 થી મહિલાઓ માટે ઓલિમ્પિક રમતોનો એક ભાગ રહ્યો છે. વર્ષ 1986માં પુરુષો માટે ભાલા ફેંકના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

ત્યારથી ભાલા ફેંકવાની રમતમાં સમાવેશ થયો તેની ટેકનિકમાં ઘણા ફેરફારો થયા છે. શરૂઆતમાં, એક સ્વીડન તકનીક હતી જેમાં ભાલાને પથ્થરની જેમ ત્રણ પગલા ચલાવીને ફેંકવામાં આવતું હતું. 1920 થી 1932 સુધી પોલિશ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં દોડતી વખતે ભાલાને ખભા પર રાખવામાં આવ્યો હતો.

વર્લ્ડ રેકોર્ડ

જવેલિન થ્રો વર્લ્ડ રેકોર્ડ (Javelin Throw World Record)જાન ગેલેગ્નીના નામે છે, જેમણે જર્મનીમાં જેસ મીટિંગ ઇવેન્ટમાં 98.48 મીટરના અંતર માટે ભાલું ફેંક્યું હતું. અગાઉ 1984માં જૂના નિયમો અનુસાર, ઉવે હેને 104.8 મીટર દૂર ભાલું ફેંકવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

ઉવે હેને જૂના ભાલાથી આ રેકોર્ડ બનાવ્યો હતો. 1986માં ઇવેન્ટ્સ નવી ડિઝાઇન ભાલા સાથે શરૂ થઈ. જર્મનીમાં જેસ મીટિંગ ઇવેન્ટમાં 98.48 મીટર ફેંકનાર ચેકોસ્લોવાક ખેલાડી જાન ગેલેગ્નીના હસ્તે નવા રચાયેલ બરછી સાથેનો વર્લ્ડ રેકોર્ડ છે.

આ પણ વાંચો : Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન’

g clip-path="url(#clip0_868_265)">