RAJKOT : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના ઘરે-ઘરે માંદગીના ખાટલા

|

Oct 12, 2021 | 5:31 PM

આ તરફ રોગચાળાને લઇને રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હાલમાં માંદગી દરેક ઘરમાં છે. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે . જોકે મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ આંકડાઓ છૂપાવી રહ્યા છે.

RAJKOT : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના ઘરે-ઘરે માંદગીના ખાટલા
RAJKOT: Water-borne and mosquito-borne epidemics, dengue-chikungunya sickness at home

Follow us on

રાજકોટમાં ભારે વરસાદને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને પાણી ભરાયેલા હોવાથી ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ વધ્યા છે. અને ઘરે ઘરે માંદગીના ખાટલાં છે. જોકે તંત્રના ચોપડે સબ સલામત છે. કોંગ્રેસે મનપા સામે રોગચાળાના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ કર્યો.

રાજકોટમાં જોરદાર વરસાદ પડ્યાં બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં રોગચાળો બેફામ બન્યો છે.હોસ્પિટલોમાં લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.તંત્રના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યુંના ૨૦ કેસ ચીકનગુનિયાના ૪ કેસ જ્યારે મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. સાથે સાથે વાયરલ તાવના ૫૦૦થી વધારે કેસ નોંધાયા છે. રાજકોટની સિવીલ હોસ્પિટલમાં વધતા રોગચાળાને જોતા ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.

આ તરફ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે, સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ છે કે વરસાદ બાદ મચ્છરની ઉત્પતિ રોકવા માટે તંત્ર માત્ર વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ તરફ રોગચાળાને લઇને રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હાલમાં માંદગી દરેક ઘરમાં છે. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે . જોકે મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ આંકડાઓ છૂપાવી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને આંકડાઓ છુપાવવાની વાતને નકારી હતી. અને રાજકોટમાં મચ્છરોની ઉત્પતિ રોકવા માટે વિવિધ આયોજનો થતા હોવાનો દાવો કર્યો હતો.

રાજકોટમાં રોગચાળો બેકાબુ છે અને તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. પરંતુ વાસ્તવિક આંકડો જુદો છે. શહેરમાં રોગચાળાને અટકાવવામાં તંત્ર ઉણું ઉતર્યુ છે અને પૂર્વ વિસ્તારમાં ગંદકીને કારણે સ્થિતિ બેકાબુ બની છે. ત્યારે રોગચાળાને લઇને નક્કર આયોજન થાય તે જરૂરી છે.

આ પણ વાંચો : T20 World Cup: રનની રેસમાં, વિરાટ કોહલી અને ક્રિસ ગેલ સૌથી આગળ નીકળશે ! આ લીસ્ટ જુઓ અને આખી રમત સમજો

આ પણ વાંચો : IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

Next Article