Rajkot : કાંગશિયાળીના ચેકડેમમાં ડૂબી જવાથી ત્રણ યુવતીઓના મોત

|

Aug 12, 2021 | 9:52 PM

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ત્રણ દિવસમાં ડૂબવાની આ બીજી ઘટના બની છે. ત્રણ દિવસ પહેલા એક ખાનગી ક્લબમાં ડૂબી જવાથી ૧૩ વર્ષીય તરૂણનું મોત નીપજ્યું હતુ.

Rajkot : કાંગશિયાળીના ચેકડેમમાં ડૂબી જવાથી ત્રણ યુવતીઓના મોત
Three young women drowned

Follow us on

રાજકોટની ભાગોળે આવેલા કાંગસિયાળી ગામ પાસેના ચેકડેમમાં ડૂબી જતા ત્રણ યુવતીઓના મોત નીપજ્યા છે. રાજકોટના રસુલપરા વિસ્તારમાં રહેતી પાંચ મહિલાઓ આજે સાંજના સમયે કાંગસિયાળી ગામમાં આવેલા ચેકડેમમાં કપડાં ધોવા પહોંચી હતી. જેમાંથી ત્રણ મહિલાઓ ડૂબી જતા ત્તાત્કાલિક ૧૦૮ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ પહોંચી ગયો હતો અને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા

જોકે  ૧૦૮ના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. મૃતકોમાં ૧૮ વર્ષીય કોમલ ચનાભાઇ, ૨૪ વર્ષીય સોનલ કાળુભાઇ અને ૩૫ વર્ષીય મીઠુરબેનનો સમાવેશ થાય છે.

પહેલા સોનલ ડૂબી તેને બચાવવા જતા બીજા બે પણ ડૂબ્યા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ અંગે શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કુલદિપસિંહ ગોહિલે કહ્યું હતુ કે રાજકોટના રસુલપરા વિસ્તારમાંથી પાંચ મહિલાઓ કપડાં ધોવા માટે કાંગસિયાળી ચેકડેમમાં આવ્યા હતા. જેમાં કપડાં ધોઇને સોનલ નામની યુવતી ન્હાવા માટે ચેકડેમમાં પડી હતી જો કે ત્યારબાદ તે ડૂબલા લાગતા કોમલ અને મીઠુરબેન તેને બચાવવા માટે પહોંચ્યા હતા. જેમાં ત્રણેયના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. હાલમાં ત્રણેયના મૃતદેહને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

લોધિકા તાલુકામાં ત્રણ દિવસમાં ડૂબવાથી મોતની બીજી ઘટના

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ત્રણ દિવસમાં ડૂબવાની આ બીજી ઘટના બની છે. ત્રણ દિવસ પહેલા એક ખાનગી ક્લબમાં ડૂબી જવાથી ૧૩ વર્ષીય તરૂણનું મોત નીપજ્યું હતુ. સ્વિમીંગ પુલમાં ન્હાતા સમયે ટયૂબમાંથી હવા નીકળી જતા તરૂણ ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતુ.

 

આ પણ વાંચો – Ahmedabad: આફ્રિકન નાગરિક પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટમાં કરોડોનું કોકેઈનની હેરાફેરી કરતો NCB હાથે ઝડપાયો

આ પણ વાંચો – Bollywood Photos : ગ્રીન ચોલીમાં માધુરી લાગી રહી છે ખૂબ જ સુંદર, ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article