Gujarati video : રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં રોકડની અછત સર્જાઇ, ખેડૂતોએ 2000 રુપિયાની નોટ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Gujarati video : રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં રોકડની અછત સર્જાઇ, ખેડૂતોએ 2000 રુપિયાની નોટ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 1:47 PM

રાજકોટના (Rajkot) બેડી માર્કેટિંગ યાર્ડમાં (Bedi Marketing yard) મોટા પાયે રોકડની અછત વર્તાઇ રહી છે. યાર્ડમાં પોતાની જણસી વેચવા આવી રહેલા ખેડૂતો વેપારીઓ પાસેથી રુપિયા 2 હજારની નોટ  (2 thousand rupee note) સ્વીકારતા નથી.

RBI દ્વારા 2000ની નોટ પરત ખેંચવાનું શરૂ કરાતા તેની અસર હવે રોકડ વ્યવહારો પર પડી રહી છે. રાજકોટના (Rajkot) બેડી માર્કેટિંગ યાર્ડમાં (Bedi Marketing yard) મોટા પાયે રોકડની અછત વર્તાઇ રહી છે. યાર્ડમાં પોતાની જણસી વેચવા આવી રહેલા ખેડૂતો વેપારીઓ પાસેથી રુપિયા 2 હજારની નોટ  (2 thousand rupee note) સ્વીકારતા નથી. એટલું જ નહીં તેઓ ચેક કે RTGS પણ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. પરિણામે કરોડોના રોકડ વ્યવહારો અટકી પડ્યા છે.

આ પણ વાંચો-Surat માં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને ભાવિકોમાં ઉત્સાહ , કાર્યક્રમ સ્થળે પહોંચવાની શરૂઆત, જુઓ Video

ખેડૂતોનું કહેવું છે કે, ઉપજ આવ્યા બાદ મજૂરી તેમજ છૂટક ખર્ચા ચૂકવવા માટે રોકડની જરૂરીયાત હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ વ્યવહારો ઓછા ચાલતા હોવાથી મોટા ભાગનો વ્યવહાર રોકડ પર જ થાય છે. 2 હજારની નોટ પરત ખેંચાયા બાદ રોકડની તંગીને કારણે મુશ્કેલી પડતી હોવાનું ખેડૂતોનું કહેવું છે.

બેડી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 40 થી 50 કરોડનું ટર્ન ઓવર થાય છે. જે પૈકી ફક્ત 30 ટકા જ બેન્કિંગ વ્યહારો હોય છે, બાકીનો વહીવટ રોકડમાં થાય છે. ત્યારે યાર્ડના ચેરમેને પણ ખેડૂતોને બેન્કિંગ વ્યવહાર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હાલ બેન્કોમાં પૂરતી રોકડ નથી.આથી ખેડૂતોએ કમિશન એજન્ટો સાથે મળીને પેમેન્ટ માટે 1-2 દિવસ રાહ જોવી જોઇએ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">