Rajkot: શાપરમાં ઓક્સિજન સિલિન્ડર લેવા આવનારને પોલીસનો ટેકો, મંડપ-પાણીની કરી વ્યવસ્થા

|

Apr 28, 2021 | 4:14 PM

કોરોનાકાળમાં સૌથી વધારે કપરી સ્થિતિ એવા લોકોની છે, જેઓ હોમ આઈસોલેટ રહીને પણ ઓક્સિજન પર છે. આવા દર્દીના પરિવારજનો કલાકો સુધી ઓક્સિજન પ્લાન્ટ બહાર ઉભા રહે છે અને કલાકો બાદ તેમનો વારો આવતા તેઓના સિલિન્ડર ભરાય છે.

Rajkot: શાપરમાં ઓક્સિજન સિલિન્ડર લેવા આવનારને પોલીસનો ટેકો, મંડપ-પાણીની કરી વ્યવસ્થા
Rajkot : ઑક્સીજન બોટલ લેવા આવતા દર્દીઓના સ્નેહીજનોને મદદ કરતી રાજકોટ પોલીસ

Follow us on

Rajkot: કોરોનાકાળમાં સૌથી વધારે કપરી સ્થિતિ એવા લોકોની છે, જેઓ હોમ આઈસોલેટ રહીને પણ ઓક્સિજન પર છે. આવા દર્દીના પરિવારજનો કલાકો સુધી ઓક્સિજન પ્લાન્ટ બહાર ઉભા રહે છે અને કલાકો બાદ તેમનો વારો આવતા તેઓના સિલિન્ડર ભરાય છે. આવા કપરા સમયે રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) આવા પરિવારજનોની વ્હારે આવીને તેની માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી રહ્યા છે.

 

રાજકોટના શાપર ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટ પર શાપર પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારજનોને ઉનાળાનો કપરો તાપ ન લાગે તે માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે પોલીસ દ્વારા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાતમંદ દર્દીઓને શક્ય મદદ અત્યારે પોલીસ કરી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Rajkot : ઑક્સીજન બોટલ લેવા આવતા દર્દીઓના સ્નેહીજનોને મદદ કરતી રાજકોટ પોલીસ

 

શાપર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલે ટીવી9 સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, “શાપરમાં રાજકોટ, ગોંડલ અને આસપાસના તાલુકામાંથી ઓક્સિજનના સિલીન્ડર ભરાવવા માટે આવી રહ્યા છે. આવા લોકો ખૂબ જ હતાશ અને પરેશાન હોય છે.

 

ત્યારે પોલીસ તેનો સાથી બનવાનો પ્રયત્ન કરે છે અને તેની મદદ કરવાનો પ્રયાસ કરે છે. ઉનાળાના કપરાં કાળમાં છાંયડા અને પાણીની વ્યવસ્થા કરી છે સાથે સાથે પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈને અન્યાય ન થાય”

 

શહેરમાં 4 પ્લાન્ટમાં ઓક્સિજન સિલીન્ડર ભરવાની મંજૂરી

હોમ આઈસોલેટ દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા પહેલા શાપરની જયદીપ એજન્સીને સિલીન્ડર ભરવાની પરવાનગી આપી હતી, જો કે એક જ સ્થળે મોટી સંખ્યામાં લોકોની લાંબી લાઈનો થતી હોવાથી તંત્ર દ્વારા ચાર અલગ અલગ પ્લાન્ટમાં પણ સિલિન્ડર આપવાની વ્યવસ્થા કરી આપી છે. જેથી હોમ આઈસોલેટ દર્દીઓ ચાર અલગ અલગ સ્થળોએ વહેંચાઈ જતા લાઈનોમાં થોડો ઘટાડો થયો છે.

 

દરરોજ 100 મેટ્રીક ટન ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા
રાજકોટમાં ઓક્સિજનની ક્રાઈસીસ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 100 મેટ્રીક ટન ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઈસોલેટ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો જથ્થો જામનગર અને ભાવનગરથી રાજકોટને મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોના પેશન્ટ માટે સારા સમાચાર, સરકારે ઈલાજને લઈ બહાર પાડેલા પોતાના નિર્ણયો પર લીધો યૂટર્ન, જાણો શું કહે છે AMCનાં નવા નિયમો

Next Article