Rajkot: રાજ્યમાં કોઇ નવા નિયંત્રણો નહીં નાખવામાં આવે, મુખ્યપ્રધાને કહ્યુ- રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં

|

Dec 31, 2021 | 5:30 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરોને ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ ભાજપના કાર્યકર્તાઓ કોઇપણ ભાજપ સહિતના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે.

Rajkot: રાજ્યમાં કોઇ નવા નિયંત્રણો નહીં નાખવામાં આવે, મુખ્યપ્રધાને કહ્યુ- રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં
CM Bhupendra Patel

Follow us on

રાજ્યમાં કોરોના (Corona)ને લઇને હાલમાં કોઇ નવા નિયંત્રણો નાખવામાં નહીં આવે તેવુ નિવેદન મુખ્યપ્રધાન (Chief Minister) ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે રાજ્યમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે. સાથે જ રાજકોટમાં કાર્યકર્તાના સંવાદ કાર્યક્રમ (Dialog Program)માં મુખ્યપ્રધાને કાર્યકર્તાઓને માસ્ક પહેરવા ટકોર કરી હતી.

કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં – મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે ત્યારે તેમણે રાજકોટના મેયર બંગલામાં રાજકોટ શહેર અને જિલ્લાના ભાજપ કાર્યકરો સાથે બેઠક કરી હતી. જેમાં સંવાદ દરમિયાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. હાલમાં કોરોનાને લઇને કોઇ ખાસ નિયંત્રણો નાખવાની જરુરિયાત લાગતી નથી. તેમણે જણાવ્યુ હતુ કે કોરોનાને લઇને સરકાર ચિંતિત છે જ, પરંતુ હાલમા સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

”નિયમોના પાલન મામલે ટકોર”

આ સિવાય મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરોને ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ ભાજપના કાર્યકર્તાઓ કોઇપણ ભાજપ સહિતના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. પોતે માસ્ક પહેરે અને પછી લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુખ્યપ્રધાને જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા પણ હાલમાં કોઇ ખાસ એવા નિયંત્રણો રાખવામાં નહીં આવે અને પોલીસ પણ તેમની સાથે કડકાઇથી વર્તન નહીં કરે પરંતુ લોકોને જરુરથી માસ્ક પહેરવા અપીલ કરી છે. તેમણે કહ્યુ કે પોલીસ દંડ કરે તે પહેલા લોકોએ જ નિયમોનું ચુસ્ત પાલન કરવુ જોઇએ.

 

આ પણ વાંચોઃ RAJKOT : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ભવ્ય રોડ શૉ માં પૂર્વ સીએમ રૂપાણીની ગેરહાજરી

Next Article