રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી, આજીડેમનાં આકાશી દ્રશ્યોમાં ડેમ દેખાયો ભરપૂર

આમ તો રાજકોટમાં ભારે વરસાદને પગલે થોડી ચિંતા હતી પરંતુ આ વચ્ચે રાજકોટ માટે સૌથી મોટા રાહતના સમાચાર પણ સામે આવ્યા. રાજકોટનો આજી ડેમ 16મી વખત ઓવરફ્લો થયો. રાજકોટથી ભાવનગર હાઇવે પર આવેલા સરધાર, ત્રમ્બા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો જેને પગલે આજી ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. રાજકોટ શહેરને પાણી પુરૂ […]

રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી, આજીડેમનાં આકાશી દ્રશ્યોમાં ડેમ દેખાયો ભરપૂર
http://tv9gujarati.in/rajkot-no-aaji-d…uals-saame-aavya/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:06 PM

આમ તો રાજકોટમાં ભારે વરસાદને પગલે થોડી ચિંતા હતી પરંતુ આ વચ્ચે રાજકોટ માટે સૌથી મોટા રાહતના સમાચાર પણ સામે આવ્યા. રાજકોટનો આજી ડેમ 16મી વખત ઓવરફ્લો થયો. રાજકોટથી ભાવનગર હાઇવે પર આવેલા સરધાર, ત્રમ્બા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો જેને પગલે આજી ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો આજી-1 ડેમ છલકાતા, હવે શહેરની પાણીની સમસ્યાનો અંત આવશે તેવી આશા બંધાણી છે. મહત્વનું છે કે, 1955માં આજી ડેમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના 3 વર્ષ બાદ 1958માં આજી ડેમ તૈયાર થયો. આજી ડેમ બંધાતા જ રાજકોટના લોકોનું પાણીનું સંકટ હળવું થયું. સૌની યોજના મારફતે પણ આજી ડેમને 70 ટકા જેટલો ભરવામાં આવ્યો હતો. દર વર્ષે આજી ડેમમાં લોકો નહાવાની મજા માણવા આવે છે. જો કે, હાલની કોરોનાની પરિસ્થિતિને લઈને લોકો માટે પ્રતિબંધ મુકાયો છે. જુઓ આજી ડેમનાં આકાશી દ્રશ્યો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">