RAJKOT : એક સમયે યાર્ડમાં ટ્રક ડ્રાઇવર તરીકે ખેડૂતોની જણસી વેચવા આવતો યુવાન બન્યો ગોંડલ યાર્ડનો ચેરમેન

|

Nov 26, 2021 | 4:20 PM

અલ્પેશ ઢોલરીયા ગોંડલ તાલુકાના લીલીખા ગામના રહેવાસી છે.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને ભાડાના ટ્રક લઇને ગોંડલ તાલુકાના ગામેગામથી ખેડૂતોની જણસી લઇને ગોંડલ યાર્ડમાં વેચવા માટે આવતા હતા.

RAJKOT : એક સમયે  યાર્ડમાં ટ્રક ડ્રાઇવર તરીકે ખેડૂતોની જણસી વેચવા આવતો યુવાન બન્યો ગોંડલ યાર્ડનો ચેરમેન
ગોંડલ યાર્ડના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયાની વરણી

Follow us on

ગોંડલ યાર્ડના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયાની વરણી,વાઇસ ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ જાડેજા. સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી.યાર્ડના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયા જ્યારે વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.

યાર્ડમાં ચેરમેન તરીકે જિલ્લા ભાજપના અગ્રણી અલ્પેશ ઢોલરીયા પર પસંદગી ઉતારીને યાર્ડનું સંચાલન યુવા ચહેરાના હાથમાં સોંપવામાં આવ્યું છે. જો કે એક સમયે અલ્પેશ ઢોલરીયા આ જ યાર્ડમાં ટ્રક લઇને ખેડૂતોની જણસી વેંચવા માટે આવતા હતા અને આજે એ જ યાર્ડના તેઓ ચેરમેન બન્યા છે.

ટ્રક ડ્રાઇવરથી લઇને ચેરમેન સુધીની સફર

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અલ્પેશ ઢોલરીયા ગોંડલ તાલુકાના લીલીખા ગામના રહેવાસી છે.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને ભાડાના ટ્રક લઇને ગોંડલ તાલુકાના ગામેગામથી ખેડૂતોની જણસી લઇને ગોંડલ યાર્ડમાં વેંચવા માટે આવતા હતા.અલ્પેશભાઇ ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા હતા.પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અતિ વિશ્વાસુ માનવામાં આવે છે.ધીરે ધીરે ગોંડલ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપમાં ખંતપૂર્ણ કામ કરીને તેઓ ગોંડલ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેનેડેન્ટ પણ ઉભા રહ્યા હતા અને આજે તેઓ યાર્ડના ચેરમેન બન્યા છે.

સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ છે ગોંડલ

ગોંડલ માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્રની સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ છે.અહીંના લાલ મરચાની આવક આખા દેશમાં પ્રચલિત છે.આ સાથે યાર્ડમાં મગફળી,કપાસ,તલ,ડુંગળી લસણ જેવી અનેક જણસીઓ વહેંચવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો આવે છે.યાર્ડમાં ખેડૂતો માટે કેન્ટિનની સુવિધા,સેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નહિ કરૂ-ઢોલરિયા

માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ચૂંટાયા બાદ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે યાર્ડમાં ભષ્ટ્રાચાર મુક્ત શાશન આપીશું.ભાજપ અને પૂર્વ ધારાસભ્યએ જે વિશ્વાસ મુક્યો છે તેમાં યોગ્ય કામગીરી કરી ખરો ઉતરીશ.મેં અને મારા પિતાએ વર્ષો સુધી યાર્ડમાં મેટાડોર (ટ્રક) ચલાવ્યું છે ત્યારે નાના માણસોની મુશ્કેલીથી વાકેફ છીએ તેથી તમામના પ્રશ્નો હલ કરવાના પ્રયત્ન કરીશું.

 

આ પણ વાંચો : નવસારી-વિજલપોર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં 40મો ક્રમ, પાલિકાની કામગીરી પર ઉઠયા સવાલો

આ પણ વાંચો : Chhattisgarh: બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 કલાક સુધી ગોળીબાર , એક DRG જવાન ઘાયલ

 

Next Article