VIDEO: જલારામ બાપાની 220મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, વીરપુર જલારામ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર
“જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો” આ ધ્યેય મંત્રને સાર્થક કરી દેશ-વિદેશમાં અન્નક્ષેત્રનું મહાપ્રદાન કરનાર સંત જલારામ બાપાની આજે 220મી જન્મજ્યંતિ છે. ત્યારે રાજકોટના વીરપુરમાં જલારામ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભાવિકોની લાંબી કતારો લાગી છે. અને જય જલિયાણનો નાદ ગૂંજી ઉઠ્યો છે. આ પણ વાંચો: VIDEO: ભરૂચના લુવાર પાટિયા પાસે […]

“જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો” આ ધ્યેય મંત્રને સાર્થક કરી દેશ-વિદેશમાં અન્નક્ષેત્રનું મહાપ્રદાન કરનાર સંત જલારામ બાપાની આજે 220મી જન્મજ્યંતિ છે. ત્યારે રાજકોટના વીરપુરમાં જલારામ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભાવિકોની લાંબી કતારો લાગી છે. અને જય જલિયાણનો નાદ ગૂંજી ઉઠ્યો છે.
આ પણ વાંચો: VIDEO: ભરૂચના લુવાર પાટિયા પાસે અકસ્માત બાદ બસમાં લાગી આગ, 3 વ્યક્તિના કરુણ મોત
વીરપુરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ઉજવણીને લઈ ઠેક ઠેકાણે જલારામ બાપાના જીવન ચરિત્રના ફ્લોટ ઉભા કરવામાં આવ્યા છે. ઘેર ઘેર રંગોળીઓ કરવામાં આવી છે. ગામના રસ્તાઓને ધજા, પતાકા તેમજ લાઇટિંગ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવ્યા છે. અને નાનુ એવું વિરપુર ગામ જાણે કે હિલોળે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
