Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી દૂધમાં ભેળસેળ છે કે નહિ તે ચકાસવાની સરળ રીતો

|

Aug 26, 2021 | 8:24 PM

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા કેટલાક માપદંડ નક્કી કરાયા છે જે પૈકી ઘર બેઠા ખાઘ સામગ્રીની ચકાસણી કરી શકાય છે.

Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી દૂધમાં ભેળસેળ છે કે નહિ તે ચકાસવાની સરળ રીતો
Rajkot Corporation Food Officer said easy ways to check if it is adulterated in milk (File Image)

Follow us on

રાજકોટ(Rajkot) માં ભેળસેળ યુક્ત દુધ(Milk)નો કાળો કારોબાર ચાલી રહ્યો છે.તાજેતરમાં રાજકોટ પોલીસ દ્રારા 1 હજાર લીટર શંકાસ્પદ દુધનો જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ આજે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 228 લીટર જેટલો ભેળસેળ(Adultration)યુક્ત જથ્થાનો નાશ કર્યો હતો જ્યારે પાંચ સેમ્પલને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જો કે આ બધાની વચ્ચે એક સવાલ એ થાય કે આપણે જે દુધનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તે ચોખ્ખું છે કે ભેળસેળયુક્ત.અમે આપને જણાવીએ છીએ કે કઇ રીતે આપ ઘરે બેઠા દુધની ચકાસણી કરી શકો.ટીવીનાઇન સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા કેટલાક માપદંડ નક્કી કરાયા છે જે પૈકી ઘર બેઠા ખાઘ સામગ્રીની ચકાસણી કરી શકાય છે.

1.દુધમાં પાણી છે કે કેમ
સામાન્ય રીતે દુધ ઉત્પાદકો વધારે નફો કમાવવા માટે દુધમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે આપના દુધમાં પાણી ચકાસણી કરવા માટે આટલું કરવું જોઇએ..જો દુધમાં પાણી હશે તો દુધનું ટીંપુ જમીનની લાદી પર નાખવાથી જો દુધ ચોખ્ખું હશે તો દુધ સફેદ લીસોટો છોડી જશે એટલે કે દુધનું ટીપું ગોળ જ રહેશે રેલાશે નહિ જો દુધ ભેળસેળયુક્ત હશે તો લીસોટો નહિ થાય પરંતુ સીધુ જ જમીન પર પડી જશે અને રેલાઇ જશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2.દુધ પાવડરયુક્ત છે કે કેમ

કેટલીક વખત દૂધને ઘટ્ટ બનાવવા માટે તેમાં પાવડરનો ઉપયોગ થતો હોય છે તો ક્યારેક હલકી ગુણવત્તાના પાવડરથી પણ દુધ તૈયાર થતું હોય છે ત્યારે તેની ચકાસણી માટે એક ગ્લાસમાં 5 થી 10 એમએલ દુધ અને પાણી સરખું લેવું.બંન્ને એકરસ થઇ જાય તે રીતે ભેળવવું.જો દુધમાં પાવડર ઉમેરવામાં આવ્યો હશે તો ધાટા અને વધુ ફીણ થશે અને જો દુધ શુધ્ધ હશે તો આછા-પાતળા ફીણ જોવા મળશે..

3.સ્ટાર્ચનો ઉમેરો છે કે કેમ

દુધને ઘટ્ટ બનાવવા માટે તેમાં સ્ટાર્ચનો ઉપયોગ થાય છે ત્યારે
દુધમાં સ્ટાર્ચની ભેળસેળ કરેલી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે એક બાઉલમાં દુધ લેવું તેમાં બે ટીપાં આયોડીનના એડ કરવા જો સ્ટાર્ચની ભેળસેળ હોય તો દુધ બ્લુ કલરનું થઇ જશે.

4.દુઘ ગરમ કરતી વખતે આટલું ધ્યાન રાખવું

દુધ ગરમ કરતી વખતે જો તેમાં જે ઉપરનો ભાગ હોય તેમાં તેલ જેવો પ્રવાહી પદાર્થ વધારે પ્રમાણમાં જોવા મળે દુધમાં તેલની ભેળસેળ હોવાની શક્યતા છે જેથી દુધની ચકાસણી કરવી જરૂરી છે આ ઉપરાંત દુધ ગરમ થયા બાદ તપેલીના તળિયા પર લહેર જામે છે તે લહેર પાવડરને કારણે હોય તેવી શક્યતા છે.દુધમાંથી માખણ કાઢતી વખતે બે થી ત્રણ વખત માખણ નીકળે તો આ દુધ ભેળસેળ યુક્ત હોવાની શક્યતા રહેલી છે.

ફેટ વધારવા માટે દુધમાં કરાય છે ભેળસેળ

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે દુધનો ભાવ તેના ફેટના આધારે નક્કી થતો હોય છે જેથી કેટલાક લેભાગુ તત્વો દ્રારા દુધમાં ફેટ વધારવા માટે પહેલા દુધને ગરમ કરીને તેમાંથી ફેટ કાઢી લે છે.સામાન્ય રીતે પશુઓનું દુધ 5 થી 6 ફેટનું હોય છે જેથી ઉત્પાદક દુધ ગરમ કરીને તેમાંથી મલાઇ કાઢી લે છે અને ત્યારબાદ ફેટ વધારવા માટે તેમાં વેજીટેબલ ઓઇલ અથવા તો સોયાબીન તેલનો ઉપયોગ કરે છે અને ફેટ વધારે છે જેથી આવા દુધમાંથી મલાઇ નીકળી શકતી નથી.

આ પણ વાંચો : Gomati Chakra Remedies : ગોમતી ચક્ર ઘરમાં રાખવાના છે ફાયદા, તમે પણ રાખવાનું શરૂ કરી દેશો 

આ  પણ વાંચો :  Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Published On - 8:21 pm, Thu, 26 August 21

Next Article