Rajkot Congress Protest: કોંગ્રેસે મોંઘવારીનો એવો વિરોધ કર્યો કે જનતાએ તેના સપોર્ટમાં લગાડી લાઈન
રાજકોટ (Rajkot )શહેરમાં કોંગ્રેસ(Congress) મોંઘવારી(Inflation)નો વિરોધ કરવા નાટે નવતર ઉપાય અજમાવવા બજાર ભાવ કરતાx અડધા ભાવે ડુંગલી બટાકા અને અન્ય શાકભાજીનું વેચાણ કર્યું હતું.

દેશમાં મોંઘવારી(Inflation ) સતત માઝા મૂકી રહી છે અને જીવન નિર્વાહની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસે (Rajkot congress)મોંઘવારીનો વિરોધ કરવા બજાર ભાવ કરતા અડધા ભાવે શાકભાજીનું (Vegetables)વેચાણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા બટાકા, ડુંગળી, ટામેટા, મરચાંનું વેચાણ કરવામાં આવ્યું હતું અને અડધા ભાવે મળતા શાકભાજી ખરીદવા માટે રાજકોટ શહેરના નાગરિકોએ લાંબી કતારો લગાવી દીધી હતી.
રાજકોટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીનો વિરોધ કરવા માટે રાજકોટના હુડકો વિસ્તારમાં સસ્તા ભાવે શાકભાજીનું વેચાણ કરવામાં આવ્યું હતું. છેલ્લા થોડા સમયથી લીબું, મરચાં, ટામેટાના ભાવ આસમાને છે ત્યારે નાગરિકોએ પણ કોંગ્રેસ દ્વારા વેચાતું સસ્તુ શાકભાજી લેવા લાઇનો લગાવી હતી અને ખાસ તો ગૃહિણીઓએ મોંઘવારી અંગેનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અન્ય બજાર કરતા અહીં અમને ઘણું સસ્તું શાકભાજી મળ્યું છે. ગૃહિણીએ એમ પણ જણાવ્યું હતું કે જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
તો કોંગ્રેસ કાર્યકર્તાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સામાન્ય લોકો આકરી મોંઘવારીનો માર ઝીલી શકતા નથી અને સરકાર અન્ય કામોમાં વ્યસ્ત છે. હાલની બીજેપી સરકાર મોંઘવારીને નાથવામાં એકદમ નિષ્ફળ રહી છે અને ગેસ, શાકભાજી, દૂધ, પેટ્રોલ સહિતના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે ત્યારે અમે શહેરી જનતાની મુશ્કેલી દૂર કરવા આ કામ હાથમાં લીધું છે. કોંગ્રેસ હુડકો પોલીસ ચોકી વિસ્તારમાં પચાસ ટકાના રાહત ભાવે ભાવે શાકભાજીનું વેચાણ કર્યું હતું.