AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Heritage Day 2023 : ગુજરાતની આ કળાઓએ આપી છે પ્રદેશને ઓળખ, જાણો વર્લ્ડ હેરિટેજ ડેનું મહત્વ

World Heritage Day 2023: વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે, જેથી તેમનું મહત્વ અને ઇતિહાસ આવનારી પેઢીઓને જણાવી શકાય.

World Heritage Day 2023 : ગુજરાતની આ કળાઓએ આપી છે પ્રદેશને ઓળખ, જાણો વર્લ્ડ હેરિટેજ ડેનું મહત્વ
World Heritage Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 12:52 PM
Share

વિશ્વભરમાં ઘણી ઐતિહાસિક હેરિટેજ ઈમારતો અને સ્મારકો છે જે વર્લ્ડ હેરિટેજ ડે સમયની સાથે જર્જરિત થઈ રહ્યાં છે, લોકો તેમના સંરક્ષણ અને પુનરુત્થાન વિશે જાગૃત થાય તે માટે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day)ની ઉજવણી કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીને તેમનું મહત્વ અને ઈતિહાસ જણાવી શકાય.દર વર્ષે 18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ સ્મારક રહેશે ટીકિટ ફ્રિ

તાજમહેલમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, જ્યારે પ્રવાસીઓને સ્મારકમાં નિશુલ્ક પ્રવેશ મળશે, પરંતુ મુખ્ય સમાધિની મુલાકાત લેવા માટે તેમણે 200 રૂપિયાની વધારાની ટિકિટ લેવી પડશે. 18 નવેમ્બરે તાજમહેલની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓએ 50 રૂપિયાની ટિકિટ અને વિદેશી પ્રવાસીઓએ 1,100 રૂપિયાની ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં. તાજમહેલમાં, ડિસેમ્બર 2018 થી, ભીડ વ્યવસ્થાપન માટે મુખ્ય ગુંબજ પર 200 રૂપિયાની વધારાની ટિકિટ લાગુ કરવામાં આવી હતી. અગાઉ જ્યારે પણ તાજમહેલમાં પ્રવાસીઓની એન્ટ્રી ફ્રી કરવામાં આવતી ત્યારે પ્રવાસીઓને રૂ.200ની વધારાની ટિકિટ ખરીદવી પડતી ન હતી. આ વખતે, મુખ્ય સમાધિમાં સ્થિત શાહજહાં અને મુમતાઝની કબર ધરાવતા રૂમમાં વધારે ટ્રાફિક ન થાય તે માટે 200 રૂપિયાની રહેશે.

આગ્રાના કિલ્લાથી શરૂ થશે કાર્યક્રમ

વર્લ્ડ હેરિટેજ વીકમાં 19 થી 25 નવેમ્બર દરમિયાન સ્મારકો પર કાર્યક્રમો જોવા મળશે. તે 19 નવેમ્બરે આગ્રા કિલ્લાના દીવાન-એ-આમ ખાતે આયોજિત કાર્યક્રમ શરૂ થશે અને ફતેહપુર સીકરીના પંચ મહેલમાં સમાપ્ત થશે. સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન,  ચિત્રકામ, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ યોજાશે.

ગુજરાતની અમુક કળાએ પણ આપી છે પ્રદેશની ઓળખ

વર્લ્ડ હેરિટેજ ડેની વાત આવે તો માત્ર સ્મારકની જ મોટે ભાગે વાત થતી હોય છે, આજે આપણે વાત કરીશું કે કોઇ કલાને કારણે પ્રદેશની ઓળખ બની હોય,

પાટણનું પટોળું

પાટણ પટોળાની હસ્તકલાથી પણ વિશ્વભરમાં મશહૂર છે.પટોળા માટે કહેવત છે કે, ફાટી જાય પરંતુ તેની ડિઝાઇન એવી જ રહે છે તેની કિંમત એક લાખથી વધુની અંકાય છે.

રાઠવા, આદિવાસી લોકનૃત્ય

વડોદરા જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને પાવીજેતપુર તેમજ પંચમહાલના જાંબુઘોડા, નારુકોટ અને ઘોઘંબા તાલુકામાં વસતા આદિવાસી રાઠવા સમાજમાં પ્રચલિત નૃત્ય રાઠવા ગુજરાત અને પ્રદેશ બંનેને ઓળખ આપી છે.

સંખેડાનું લાકડાનું કામ, લાકડાનું ફર્નિચર

વડોદરા જિલ્લાના નાનકડા સંખેડા ગામમાં રહેતા 80થી 100 જેટલા પરિવારો દ્વારા સાગના લાકડામાંથી તૈયાર કરાતું ફર્નિચર આજે વિશ્વભરમાં નિકાસ થાય છે. અહીંના ઝુલા, દાંડિયા, પારણાં, સોફાસેટ, ડ્રેસિંગ ટેબલ, ઝુલણ ખુરશી, કાષ્ટચિન્હો, ફુલદાની, રમકડાં વગેરેની જુદી જુદી ભાત, આકાર અને પેઈન્ટિંગ આગવી ઓળખ ઊભી કરે છે.

સુરતનું જરી કામ

સુરત કાપડ ઉદ્યોગ માટે ગુજરાતમાં ખુબ જાણીતું છે, અને ખાસ સુરત તેના ભોજનની સાથે જરી કામ અને તેના હિરા ઉદ્યોગને કારણે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સક્ષમ બન્યુ છે.

કચ્છનું ભરતકામ

આમ તો કચ્છ આખું પર્યટન સ્થળો માટે ખુબ પ્રખ્યાત છે, પરંતુ ખાસ કચ્છની ભરતકામની જે કળા છે એણે દેશ વિદેશમાં કચ્છને ઓળખ આપી છે,આ ઉપરાંત કચ્છની બાંધણી અને વિવિધ વસ્તુઓ પણ ખુબ પ્રખ્યાત છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">