રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન, કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત, વડોદરાથી દાહોદ જવા રવાના

રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે.ઉપરાંત ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.

રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન, કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત, વડોદરાથી દાહોદ જવા રવાના
Rahul Gandhi arrives at Vadodara Airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 11:49 AM

રાહુલ ગાંધી (Rahul Gandhi) નું વડોદરા (Vadodara) એરપોર્ટ (Airport) પર આગમન થઈ ગયું છે. કોંગ્રેસ (Congress) ના નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી તેઓ દાહોદ (Dahod) જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી (Tribal) અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે.ઉપરાંત ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. સાથે જ વિખેરાતી જતી કોંગ્રેસને બચાવવાના પ્રયાસ કરશે.તમને જણાવીદઈએ કે,રાહુલ ગાંધી તમામ ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં 27 અનામત અને 10 આદિવાસી પ્રભાવિત બેઠક અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી વિશાળ આદિવાસી સંમેલનને સંબોધશે. રાહુલ ગાંધીની મુલાકાત લઈને કાર્યક્રમની તૈયારીઓ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીત ચાવડા સહીતના નેતાઓ દાહોદ એપીએમસી ખાતે જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રુપરેખા નક્કી કરી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દાહોદ વિધાનસભાના ધારાસભ્ય વજેસિંહ પણદા , દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા , દાહોદ જિલ્લા પોલીસ અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત કરી હતી. જેમાં 10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધશે. જેમાં 1.50 લાખ જેટલી જનમેદનીને રાહુલ ગાંધી સંબોધન કરશે. દાહોદ જીલ્લા સહિત પંચમહાલ અને મહીસાગર , છોટા ઉદેપુર સહિતના કાર્યકર્તાઓ આ જાહેર સભામાં હાજર રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદમાં સંમેલન કરી ચુક્યા છે. જે બાદ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક કરવાની યોજના બનાવી હતી. ત્યારે હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને પગલે ગુજરાતના સ્થાનિક નેતાઓ જ આ કાર્યક્રમને આગળ વધારવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">