શાંતિદૂત કબૂતર શા માટે બન્યું કચ્છની સરહદ પર સુરક્ષા જવાનો માટે માથાનો દુ:ખાવો ?
આમ તો કબૂતર શાંતિનો દૂત કહેવાય છે. પરંતુ કોઇપણ સ્થળેથી કચ્છ સુધી પહોંચી આવેલા એક કબુતરે કચ્છની સુરક્ષા એજન્સીઓની ઉંધ ઉડાડી નાંખી છે. કેમકે એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપુર્ણ સંબધો ચાલી રહ્યા છે. સમગ્ર ભારતમા એલર્ટ છે. તે વચ્ચે કબૂતરના પગમાંથી ચાઇનીઝ ભાષામાં લખાણની રીંગ મળી આવતા એજન્સીઓ સતર્ક બની હતી. કબૂતર એજન્સીને […]
આમ તો કબૂતર શાંતિનો દૂત કહેવાય છે. પરંતુ કોઇપણ સ્થળેથી કચ્છ સુધી પહોંચી આવેલા એક કબુતરે કચ્છની સુરક્ષા એજન્સીઓની ઉંધ ઉડાડી નાંખી છે. કેમકે એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપુર્ણ સંબધો ચાલી રહ્યા છે. સમગ્ર ભારતમા એલર્ટ છે. તે વચ્ચે કબૂતરના પગમાંથી ચાઇનીઝ ભાષામાં લખાણની રીંગ મળી આવતા એજન્સીઓ સતર્ક બની હતી.
કબૂતર એજન્સીને ભુજના શેખપીર ચાર રસ્તા નજીક એક દુકાનમાંથી મળી આવ્યુ હતુ દુકાન માલિકે આ અંગે એજન્સીને જાણ કરી અને એજન્સીઓ તેની તપાસમા લાગી ગઇ પ્રાથમીક તપાસમાં કાઇ વાંધાજનક બાબત આ કબૂતરના કિસ્સામા સામે આવી નથી. પરંતુ એજન્સીઓ તેને ગંભીરતાથી લઇ ઉંડી તપાસમાં લાગી છે.
શું જાસૂસી માટે કબુતરનો ઉપોયગ કરાયો કે સતર્કતા માટે ?
આમ તો કચ્છ બોર્ડર એરીયા હોવા સાથે ઇકો ટુરીઝમ માટે પણ જાણીતુ છે. કચ્છમાં દર વર્ષે યાયાવર પક્ષીઓ આવે છે. તેમા આ કબૂતર મળી આવવુ તે સાહજીક વાત છે અગાઉ પણ શિકારી પ્રવૃતિ અથવા પક્ષીઓની માહિતી માટે આ રીતે રીંગ સાથેના કબુતર,બાઝ જેવા પક્ષીઓ કચ્છમાંથી મળી આવ્યા છે.
પરંતુ ચાઇનીઝ ભાષામાં કોઇ લખાણ સાથેના કબૂતરે એલર્ટ વચ્ચે એન્ટ્રી મારતા એજન્સીઓ વધુ ગંભીરતાથી ઉંડી તપાસ કરી રહી છે. તેના મેડીકલ સહિતની કાર્યવાહી પુર્ણ કરાઇ લેવાઇ છે. સાથે નિષ્ણાંત અને ચાઇનીઝ ભાષાના જાણકાર વ્યક્તિઓ પાસેથી લખાણની માહિતી એજન્સીઓ મેળવી રહી છે.
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતી ડિજિટલ પ્રિંટ સાડી બાદ હવે પ્રિયંકા સાડીએ મચાવી ધૂમ : VIDEO
જો કે પ્રાથમીક તપાસમાં ચીનમાં આ પ્રજાતીના કબૂતરની સંખ્યા જુજ હોવાનુ પ્રાથમીક તપાસ પરથી સામે આવ્યુ છે. તેથી એજન્સીઓ અત્યારે તો કોઇ જાશુસી નહી પરંતુ પક્ષીવિદ્દો એ માહિતી અથવા અન્ય હેતુસર તેનો ઉપયોગ કર્યો હોય તેવુ અનુમાન લગાવ્યુ છે. પરંતુ જ્યા સુધી સચોટ માહિતી સામે ન આવે ત્યા સુધી ભુજ સ્પેશીયલ ઓપરેશન ગ્રૃપનુ મહેમાન આ શાંતીનો વાહક કબૂતર બન્યો છે.
[yop_poll id=1567]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]