Rajkot: SUના પ્રોફેસરની ઘોર બેદરકારી, UKથી આવ્યા બાદ ક્વૉરન્ટાઇન રહેવાને બદલે પહોંચ્યા યુનિવર્સિટી
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની ઘોર બેદરકારી સામે આવી છે. તેઓ UKથી આવ્યા બાદ ક્વૉરન્ટાઇન રહેવાને બદલે યુનિવર્સિટી ગયા હતા.
રાજકોટમાં (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) પ્રોફેસરની ઘોર બેદરકારી સામે આવી છે. UK થી આવ્યા બાદ તેઓ ક્વૉરન્ટાઇન રહેવાને બદલે યુનિવર્સિટી પહોંચી ગયા હતા. એક તરફ રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તો વિદેશથી આવતા લોકોમાં કોરોના વધુ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પ્રોફેસરનું શોભનીય વર્તન જોવા મળ્યું છે. બ્રિટનથી આવીને પ્રોફેસર યુનિવર્સિટીમાં તો આવ્યા જ આવ્યા પરંતુ આ પ્રોફેસર એટલે કે ડી.જી.કુબેરકર વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.
ભલે હાલમાં પ્રોફેસરનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તેમ છતાં તેઓ હજુ પણ 7 દિવસ સુધી હાઇરિસ્કમાં છે. ત્યારે ગાઇડલાઇન પ્રમાણે પ્રોફેસરે ક્વોરન્ટાઇન રહેવુ જરૂરી બને છે. આવા સમયે ભાન ભૂલવું અન્ય માટે પણ જોખમી બની શકે છે.
UK થી આવેલા 3 વ્યક્તિ શંકાસ્પદ
UK થી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. મળેલી માહિતી અનુસાર 4 ડિસેમ્બરે દંપતી UKથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. તો એરપોર્ટ પર કરાયેલા ટેસ્ટમાં પતિનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ. એરપોર્ટ પર પતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને આઈસોલેટ કરાયા હતા. 6 ડિસેમ્બરે પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ચિંતા વધી છે.
તો બીજી તરફ UK થી પરત ફરેલા રાજકોટના પ્રૌઢનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાં જ અટકાવાયા છે. હમણા ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Surat: સંગીની અને અરિહંત ગ્રુપ પર IT ની તપાસ યથાવત્, કરોડોના બેનામી વ્યવહારો, વધી શકે છે આંકડો
આ પણ વાંચો: નવસારીના 5 સહિત 8 માછીમાર લાપતા, મુંબઈ માછીમારી કરવા ગયેલા ખલાસી બોટ સહિત ગૂમ થતા નોંધાઈ ફરિયાદ