કોરોના રસીકરણ નિષ્ફળ જવાની સંભાવના, કોરોનાના નવા સ્ટ્રેનમાં બદલાયા છે લક્ષણો

|

May 22, 2021 | 11:21 AM

દેશભરમાં હાલ CORONA વાયરસમાં આવેલા DOUBLE Mutationsને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. HEALTH DEPARTMENTનાં સૂત્રોના જણાવ્યા અનુસાર,

કોરોના રસીકરણ નિષ્ફળ જવાની સંભાવના, કોરોનાના નવા સ્ટ્રેનમાં બદલાયા છે લક્ષણો

Follow us on

દેશભરમાં હાલ CORONA વાયરસમાં આવેલા DOUBLE Mutationsને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. HEALTH DEPARTMENTનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડબલ મ્યૂટેશનવાળા વાયરસના વેરિયન્ટનું એક સ્વરૂપ યુકેમાં ફેલાયેલા વાયરસના સ્ટ્રેનને મળતું આવે છે, જ્યારે બીજું સ્વરૂપ અમેરિકાના કેલિફોર્નિયામાં ફેલાયેલા વાયરસ પ્રકારનું હોઇ શકે. CORONA વાયરસના સ્પાઇક પ્રોટીન એટલે કે માનવકોષ સાથે જોડાવા માટે બનેલા એના પ્રોટીન બંધારણમાં આવેલા આ બદલાવને કારણે એ ખૂબ ઝડપથી ફેલાય છે.

CORONA વાયરસનાં લક્ષણો બદલાયાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, CENTRAL GOVERNMENTએ પણ હજુ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને એ વાત પણ સ્વીકારી નથી કે આ બન્ને કારણે ભારતમાં CORONAના કેસમાં આકાશી ઉછાળો આવ્યો છે, પરંતુ એનો અભ્યાસ ચાલી રહ્યો છે. હાલ સ્થિતિ એ છે કે Spike protein બદલાયું હોવાથી માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને કારણે બની રહેલા એન્ટિબોડીને થાપ આપવામાં આ પ્રોટીન સફળ રહે છે અને ખૂબ તેજ ગતિથી શરીરમાં ફેલાઈ જાય છે. આ કારણોસર ઘણીવાર દર્દીઓને તાવ પણ શરુઆતના તબક્કામાં આવતો નથી અને એનાં લક્ષણો બદલાય છે.

કોરોના રસીના પ્રોટીનના બંધારણમાં ફેરફાર લાવવો જરૂરી
હવે આ સ્થિતિમાં Spike protein બદલાયું હોવાથી કોરોના સામેની રસીના પ્રોટીનના બંધારણમાં પણ બદલાવ લાવવા પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ ચોક્કસપણે કહી શકાય નહીં કે હાલ જે રસી અપાઇ રહી છે એ નિષ્ફળ નીવડશે, પરંતુ જો આ બે વેરિયન્ટની ચોક્કસાઇ થઇ જાય તો રસીમાં પણ આવશ્યક ફેરફાર કરવા પડી શકે છે. જોકે એક આશાનું કિરણ એ છે કે યુકે સ્ટ્રેન આવ્યો હોવા છતાં બ્રિટિશ સરકારે રસીકરણ તેજ બનાવીને એની સામે લડતમાં સફળતા મેળવી છે. એ જ વ્યૂહ અપનાવીને ભારત પણ આગળ ચાલી શકે છે. Vaccination વાયરસને રોકવા માટેનું મોટું હથિયાર હોવાથી જેટલું બને એટલું મહત્તમ Vaccination થાય એ પણ જરૂરી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

CORONAના કેસ કાબૂમાં આવતાં હજુ દોઢ મહિનો લાગી શકે છે
હાલમાં રાજ્યમાં જે રીતે CORONAના કેસ વધી રહ્યા છે એ જોતાં એનું સંક્રમણ એની ચરમસીમાએ પહોચ્યું હોવાની શક્યતા છે, જે આગામી દોઢ મહિનામાં કંટ્રોલમાં આવી શકે એવું લોકોનું અનુમાન છે. જોકે આ વાયરસ બધાં અનુમાનો ખોટાં પણ પાડી શકે છે. તેવો પણ નિષ્ણાંત તબીબોનો અભિપ્રાય છે.

Remedivir injection માત્ર ગંભીર દર્દી માટે જરૂરી છે
Remedivir injection લેવા માટે લોકો લાઇનો લગાડી રહ્યા છે, પરંતુ લોકોએ જાણવાની જરૂર છે કે આ ઇન્જેક્શન કોરોનાના મધ્યમથી ગંભીર દર્દી કે જેઓ ઓક્સિજન પર છે તેમના માટે જરૂરી છે, તેમજ આ ઇન્જેક્શન જીવનરક્ષક નહિ, પણ હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટાડે છે, જેથી ડરના માર્યા દોડી જવું નહીં તેવું નિષ્ણાંત તબીબો જણાવે છે.

Published On - 1:07 pm, Fri, 9 April 21

Next Article