ગુજરાતમાં 1000 કેન્દ્રો પરથી કોરોનાની વેક્સિન આપવા તૈયારી, એક કેન્દ્ર પરથી રોજ 100ને અપાશે વેક્સિન

ગુજરાતમાં 1000 કેન્દ્રો પરથી કોરોનાની વેક્સિન આપવા તૈયારી, એક કેન્દ્ર પરથી રોજ 100ને અપાશે વેક્સિન
corona vaccine

ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવા માટે ગુજરાત સરકારે તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. કોરોના વેક્સિન માટે 1000 કેન્દ્રો ઊભા કરાશે. વેક્સિન આપવા માટે પબ્લિક હેલ્થ સેન્ટર (PHC ) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ઉપરાંત સ્કુલની અલગથી પંસદગી કરી છે. કોરોનાની વેક્સિન રાખવા માટે 43 સ્થળોએ ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક કેન્દ્ર ઉપરથી દિવસમાં 100 લોકોને […]

Bipin Prajapati

|

Dec 19, 2020 | 1:04 PM

ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવા માટે ગુજરાત સરકારે તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. કોરોના વેક્સિન માટે 1000 કેન્દ્રો ઊભા કરાશે. વેક્સિન આપવા માટે પબ્લિક હેલ્થ સેન્ટર (PHC ) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ઉપરાંત સ્કુલની અલગથી પંસદગી કરી છે.

કોરોનાની વેક્સિન રાખવા માટે 43 સ્થળોએ ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક કેન્દ્ર ઉપરથી દિવસમાં 100 લોકોને વેક્સિન આપવાનું આયોજન હાલમાં વિચારાયુ છે. કોરોનાની વેક્સિન આપવા માટેના કેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ ઓરડા હશે. વેક્સિન આપવાના પ્રથમ તબક્કામાં સરકારી હોસ્પિટલોના 12,696 કર્મચારીઓને આપવામાં આવશે.

બીજા તબક્કામાં પોલીસ પત્રકારો, હોમગાર્ડ, શિક્ષકો સહીત 15 હજાર લોકોને કોરોનાની વેક્સિન અપાશે. વેક્સિન આપવાના ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરની વયના કુલ 3.26 લાખ લોકોને વેક્સિન અપાશે. જ્યારે ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેની વયના, પરંતુ વિવિધ બીમારીથી પીડાતા લોકોને વેક્સિન આપવામાં અગ્રતા આપવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati