આયુર્વેદ અને હોમિયોપેથી અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશનો બીજો રાઉન્ડ આજથી શરૂ, ગુરુવાર સુધી મળશે પ્રવેશ
આયુર્વેદમાં મેડિસિન ડોકટરની કુલ 37 બેઠકો અને આયુર્વેદમાં માસ્ટર ઓફ સર્જરી અને હોમિયોપેથીમાં મેડિસિન ડોક્ટરની 12 બેઠકો ઉપલબ્ધ છે, સરકારે કોલાવાડા, ઘુમા, વડોદરા અને રાજકોટ ખાતે હેલ્પલાઇન સેન્ટર શરૂ કર્યા છે
આયુર્વેદ (Ayurveda) અને હોમિયોપેથી (Homeopathy) ના અનુસ્નાતક (Post Graduate) અભ્યાસક્રમો માટે પ્રવેશ (Admission) નો બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPPGMEC) જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગુરુવાર સુધી બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ કરી શકે છે અને ગુરુવારે મધ્યરાત્રિએ સીટોની ફાળવણી જાહેર કરવામાં આવશે.
સમિતિએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી 23 ફેબ્રુઆરીના રોજ બપોરે 3.30 વાગ્યાની વચ્ચે તેમની ફી ઓનલાઈન અથવા નિર્ધારિત બેંકોમાં ચૂકવી શકે છે. વિદ્યાર્થીઓએ 21 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યાની વચ્ચે હેલ્પ સેન્ટર્સ પર તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવીને તેમના પ્રવેશ કન્ફર્મ કરાવવાના રહેશે.
સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, આયુર્વેદમાં મેડિસિન ડોકટરની કુલ 37 બેઠકો અને આયુર્વેદમાં માસ્ટર ઓફ સર્જરી અને હોમિયોપેથીમાં મેડિસિન ડોક્ટરની 12 બેઠકો ઉપલબ્ધ છે. સરકારે કોલાવાડા, ઘુમા, વડોદરા અને રાજકોટ ખાતે હેલ્પલાઇન સેન્ટર શરૂ કર્યા છે.
1 જાન્યુઆરીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ હતી
1 જાન્યુઆરીથી પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. કુલ 196 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પીજી આયુર્વેદિક અને પીજી હોમિયોપેથીના પ્રવેશ કાર્યક્રમ મુજબ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરાયું હતું જે 3જી જાન્યુઆરી સુધી ચાલ્યું હતું. ચોથી જાન્યુઆરીએ ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર કરીઇ હતી. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 11 તારીખ સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફોર્મ કરવાનો હતો. અને 12મી સુધીમાં ફરજિયાત રિપોર્ટિંગ કરવાનું હતું.
પીજી આયુર્વેદ અને હોમિયોપેથીની કુલ 196 બેઠકો છે
આ વર્ષે પીજી આયુર્વેદમાં 4 કોલેજોની સ્ટેટ ક્વોટાની 95 બેઠકો છે અને ખાનગી કોલેજોની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની કે જેની પ્રવેશ પ્રક્રિયા પણ સરકારની પ્રવેશ સમિતિ જ કરે છે તે બેઠકો 16 છે. એમડી હોમિયોપેથીની 6 કોલેજોની સ્ટેટ ક્વોટાની 69 બેઠકો છે અને ખાનગી કોલેજોની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની 16 બેઠકો છે. આમ પીજી આયુર્વેદ અને હોમિયોપેથીની કુલ 196 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી 22થી 27 ફેબ્રુઆરી ગુજરાત પ્રવાસે આવશે, દ્વારકામાં ચિંતન શિબિરમાં હાજરી આપશે
આ પણ વાંચોઃ Ahmedabad: GTU દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભ યોજાયો, 22 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા