પોરબંદરમાં NSUIએ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ કરી અનોખી રીતે વેલેન્ટાઈન ડેની કરી ઉજવણી, પુલવામાં હુમલાના શહીદોને કર્યા યાદ
Porbandar: શહેરમાં NSUIએ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ કરી અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. આ સાથે તેમણે પુલવામાં હુમલાના 40 શહીદોને યાદ કરી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
પોરબંદરમાં NSUIએ અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો પર્વ આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યામાં ઉજવાતા હોય છે. ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે તેવા મહાનુભાવોને યાદ કરી પોરબંદર જિલ્લામાં જેટલી પણ મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે. આ પ્રતિમાઓમાં ધૂળો ભરાઈ ગઈ હોવાથી ત્યારે તેમને પાણી વડે વ્યવસ્થિત ધોઈને સાફ-સફાઈ કરી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી આજના દિવસની ઉજવણી કરી હતી.
નગરપાલિકા દ્વારા શહેર મુખ્ય માર્ગો અને જગ્યાઓ પર સ્મારકો બનાવી આપી છે, પરંતુ તેમની જાળવણી બરાબર થતી નથી. શહેરમાં જેટલી પણ પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે તે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. અમુક પ્રતિમાઓના કલર નીકળી ગયા છે. નગરપાલિકા પણ પોતાની જવાબદારી સમજી આ પ્રતિમાઓની વ્યવસ્થિત સાફ-સફાઈ કરાવે અને તેમની જાળવણી રાખે તેવી માગ પણ આજના દિવસે NSUI દ્વારા કરવામાં આવી છે. જો આ પ્રતિમાઓની સાફ-સફાઇ અને જાળવણી વ્યવસ્થિત થશે તો પોરબંદરની પણ શોભા વધશે.
તા.14/02/2019 ના રોજ પુલાવામા ખાતે આતંકી હુમલામાં દેશના 40 વીર જવાનો શહીદો થયા છે. ત્યારે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળીને તેમને યાદ કર્યા હતા, પોરબંદર જિલ્લા NSUI ટીમે નમન કર્યુ હતુ. NSUI એ પક્ષપાત ભૂલી તમામ પ્રતિમાઓની સાફસફાઇ કરી હતી. જેમાં ભાજપ અને RSSના વડા પંડિત દિનદયાળ ઉપાધ્યાય, શ્યામપ્રસાદ મુખરજીની પ્રતિમાની પણ સાફ સફાઈ કરી હતી. NSUI સંદેશ આપ્યો કે દેશ ભક્તિથી મોટો કોઈ પ્રેમ નથી.
આજે પોરબંદરના પનોતા પુત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સ્વ રાજીવ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમા સાફ કરી હાર પહેરાવી સાફ સફાઈ કરી નમન કરી શહીદોને શ્રધાંજલિ આપી અનોખી રીતે ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ, શહેર પ્રમુખ જયદિપ સોલંકી, ઉમેશરાજ બારૈયા,રોહિત સિસોદિયા,રાજ પોપટ,ચિરાગ ચાંચિયા,ભરત વદર,યશ ઓઝા,દિવ્યરાજ જાડેજા,ઓમ ભલસોડ સહિત હાજર રહ્યા હતા.
ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર