AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત બની શકે છે મોડલ રાજ્ય, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું માર્ગદર્શન

ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલે (Governor Acharya Devvrat) જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે.

Porbandar: પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત બની શકે છે મોડલ રાજ્ય, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું માર્ગદર્શન
Porbandar: Governor Acharya Devvrat gave guidance on organic farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 8:27 PM
Share

પોરબંદરના  (Porbandar) ખાપટ ગામમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી (Natural farming) પર ખેડૂતો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક ખેતી પર યોજાયેલ પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય એ ખાસ હાજરી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સેમિનારમાં પ્રાકૃતિક ખેતી કરતા અને આધુનિક ખેતી કરતા ખેડૂતો (Farmer) સાથે રાજ્યપાલે સંવાદ કરી આવનાર દિવસો અને ગ્લોબલ વોર્મિંગની અસર ખેતી પર પડી રહી છે તેથી કુદરતી રીતે અને ગાયના ગોબર અને ગોમૂત્રમાંથી વધુ સારી ઉપજ મળી શકે તેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવા સલાહ આપી. ગુજરાતને મોડેલ બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું.

ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક ખેતીનું મોડેલ સ્ટેટ

જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે.

વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહ્વાન કર્યું છે. તેમના સંકલ્પને સિધ કરવા ગુજરાત રાજ્યએ પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યુ છે. પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃધ્ધ કરવાનું ઇશ્વરીય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પૂર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો.

રાજ્યપાલે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેમનો વૃદ્ધિ-વિકાસ થાય છે. જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">