Porbandar : Selfie નથી Safe, દરિયા કિનારે સેલ્ફી લેતા એક જ પરિવારના 3 તણાયા, બે મહિલાનો બચાવ

|

Jun 13, 2022 | 2:39 PM

પોરબંદરના (Porbandar)સમુદ્ર કિનારે બે મહિલા અને એક બાળક સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તોફાની મોજાં આવતા તેમા આ ત્રણ લોકો તણાયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળો પહોંચી હતી.

Porbandar : Selfie નથી Safe, દરિયા કિનારે સેલ્ફી લેતા એક જ પરિવારના 3 તણાયા, બે મહિલાનો બચાવ

Follow us on

પોરબંદરના (Porbandar) સમુદ્ર કિનારે બે મહિલા અને એક બાળક સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તોફાની મોજાં આવતા તેમા આ ત્રણ લોકો તણાયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની (Fire brigade) ટીમ ઘટના સ્થળો પહોંચી હતી. આ ઘટનામાં બે મહિલાઓને પરિવારજનોએ  બચાવી લીધી હતી  જ્યારે બાળકની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસપણ  કુછડી ગામે  પહોંચી હતી.  અને જામનગરના પરિવાર અંગે  પ્રાથમિક માહિતી મેળવવાની શરૂઆત કરી હતી.  આ ઘટનાને  પગલે આનંદ કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાથે જ પરિવારજનો બાળક માટે ચિંતાતુર જોવા મળ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર જામનગરનો પરિવાર પોરબંદર ફરવા માટે આવ્યો હતો અને તેઓ સમુદ્ર કિનારે ફોટા પાડવાની મજા માણી રહ્યા હતા. આ બનાવ પોરબંદરના કુછડી ગામે બન્યો હતો. નોંધનીય છે  કે હાલમાં  વેકેશન  પૂર્ણ થયું છે ત્યારે  હજી લોકો  દરિયાકિનારે ફરવાની મજા માણી રહ્યા છે  જોકે  દરિયા કિનારે ફરવામાં  આવી દુર્ઘટનાઓ  બનતી હોય છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

પોરબંદરના ઉદ્યોગનગરમાંથી મળી આવ્યું નવજાત

તો બીજી તરફ પોરબંદરમાં  શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં ગોડાઉન નજીક ખાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું.  .નવજાત શિશુને અજાણ્યો શખ્સ કોથળામાં બાંધી ફેંકી ગયો હોવાની આશંકા છે. પોલીસે નવજાત શિશુનો કબજો મેળવી નિષ્ઠુર માતાને શોધવા તપાસ હાથ ધરી છે. નવજાત શિશુને  આ રીતે  ફેંકી દેવાની ઘટનાને લઈ નિષ્ઠુર માતા સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. નવજતા બાળકી ત્યજાવાની ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ  ગઈ હતી.

Next Article