Porbandar: રેલવેમાં સિનિયર સિટીજન્સને મળતું કન્સેશન કોરોના કાળ બાદ પણ બંધ! લીફ્ટ કે ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરવા ચેમ્બરની રજૂઆત

|

May 24, 2022 | 6:32 PM

પોરબંદર રેલવે સ્ટેશને દિવ્યાંગો અને સિનિયર સીટીઝન્સ માટે લિફ્ટ કે ઈ રીક્ષાની સુવિધા નથી. ત્યારે એક પ્લેટ ફોર્મ થી બીજા પ્લેટ ફોર્મ સુધી જવામાં આ લોકોને મુશ્કેલી પડે છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીફ્ટ અને રિક્ષાની સુવિધઆ શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.

Porbandar: રેલવેમાં સિનિયર સિટીજન્સને મળતું કન્સેશન કોરોના કાળ બાદ પણ બંધ! લીફ્ટ કે ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરવા ચેમ્બરની રજૂઆત
ફાઈલ ફોટો

Follow us on

Porbandar: રેલવેમાં સિનિયર સિટીઝનને (Senior Citizen) કન્સેશન આપવાની યોજના કોરોના કાળમાં બંધ થયા બાદ આજદિન સુધી ફરી શરૂ કરવામાં આવી નથી. સિનિયર સિટીઝન્સને રેલવેની ટિકીટ પર ખાસ કન્સેશન આપવામાં આવતું હતું. લાંબા અંતરની મુસાફરી માટે સિનિયર સિટીઝન મુસાફરોને સારો એવો ફાયદો થતો હતો. પરંતુ કોરોના કાળમાં બંધ કરાયું હતું બાદમાં આજ સુધી ફરી શરૂ કરવામાં આવ્યું નથી. પોરબંદર રેલવે સ્ટેશન પરથી દૈનિક હજારો લોકો મુસાફરી કરે છે. જેમાં દિવ્યાંગ અને સિનિયર સિટીજનની પણ સંખ્યા નોંધપાત્ર છે. રેલવે સ્ટેશનો પર દિવ્યાંગો માટે અપાતી સુવિધા પણ હાલ મળી રહી નથી. પોરબંદર રેલવે સ્ટેશને દિવ્યાંગો અને સિનિયર સીટીઝન્સ માટે લિફ્ટ કે ઈ રીક્ષાની સુવિધા નથી. ત્યારે એક પ્લેટ ફોર્મ થી બીજા પ્લેટ ફોર્મ સુધી જવામાં આ લોકોને મુશ્કેલી પડે છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીફ્ટ અને રિક્ષાની સુવિધઆ શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.

માછીમારોની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત

પોરબંદરના બંદર વિસ્તારમાં PPP ધોરણે ડ્રેજિંગ કામગીરીનો પ્રારંભ થયો છે. પોરબંદરમાં નાની-મોટી 4 હજાર 500 જેટલી બોટ ફિશિંગ કરે છે. સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે જ ફિશિંગ બોટ સરળતાથી કિનારે આવી શકતી એવી સ્થિતિ હતી. જ્યારે સમુદ્રમાં ઓટ ચાલતી હોય ત્યારે માછીમારોને (Fishermen) ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યા અંગે માછીમારો દ્વારા વર્ષોથી સરકારને રજૂઆત કરવામાં આવી રહી હતી. તેમ છતા માછીમારોની સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. પરંતુ હવે બંદર પર ડ્રેજિંગની મંજૂરી મળતા જ માછીમારોને ફિશિંગ બોટ લાવવા અને લઈ જવામાં સરળતા રહેશે. સમુદ્રમાં ફિશિંગ બોટો ચાલે છે તે માર્ગે રેતી દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખારવા સમાજના પ્રમુખે વિધિવત રીતે ડ્રેજિંગની કામગીરી શરૂ કરાવી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Published On - 6:32 pm, Tue, 24 May 22

Next Article