Porbandar : ગણેશ વિસર્જનને લઇને કલેકટરનું જાહેરનામું, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવા અપીલ

|

Sep 01, 2022 | 5:17 PM

પોરબંદરના એડિશનલ કલેકટર એમ.કે.જોશીએ જણાવ્યું પર્યાવરણ અને વિસર્જન દરમિયાન લોકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે નગરપાલિકાએ બનાવેલ અને નિશ્ચિત કરાયેલ તળાવમાં જ ગણેશ વિસર્જન કરે તેવી અપીલ કરીએ છે.

Porbandar : ગણેશ વિસર્જનને લઇને કલેકટરનું જાહેરનામું, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવા અપીલ
Porbandar Collector Office Notification
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat)  ગણેશ ચતુર્થીના રોજથી ગણેશોત્સવની (Ganesh Mahotsav) શરૂઆત થઇ છે. જો કે આ દરમ્યાન ગણેશ વિસર્જનનું પણ એટલું જ મહત્વ રહેલું છે. જેના પગલે પોરબંદરમાં (Porbandar) ગણેશ વિસર્જનને પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કલેકટરે તંત્રએ નક્કી કરેલા સ્થળ પર જ ગણેશ વિસર્જન કરવા અને દરિયામાં ગણેશ વિસર્જન કરવા આદેશ કર્યો છે. તેમજ જેમાં આયોજકોને નિશ્ચિત જગ્યા પર વિસર્જન કરવા તાકીદ કરવામાં આવી છે. તેમજ તંત્રએ પર્યાવરણ અને જાનમાલને નુકસાન ના થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.પોરબંદરમાં દર વર્ષે દરેક શેરી મહોલ્લામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.. સમુદ્રમાં પાંચમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે, પરંતુ થોડા સમયથી પર્યાવરણ અને સમુદ્ર સુધીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્રારા પાલિકા દ્રારા કૃતિમ તળાવ બનાવવામાં આવે ત્યાં જ વિસર્જન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ અંગે એડિશનલ કલેકટર એમ.કે.જોશીએ જણાવ્યું છે કે હાલ ગણેશ મહોત્સવ ચાલે છે.લોકો આસ્થા પૂર્વક ગણેશ સ્થાપના કરે છે પરંતુ પર્યાવરણ અને વિસર્જન દરમિયાન લોકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે નગરપાલિકાએ બનાવેલ અને નિશ્ચિત કરાયેલ તળાવમાં જ ગણેશ વિસર્જન કરે તેવી અપીલ કરીએ છે.ખાસ કરીને સમુદ્રમાં કોઈ વિસર્જન ના કરે તેવી પણ અપીલ છે.

આ અંગે ગણેશ મહોત્સવના આયોજક આકાશ સલેટનું કહેવું છે કે અમે 32 વર્ષથી ગણેશ સ્થાપના કરીએ છે, ઘણા વર્ષથી સમુદ્રમાં વિસર્જન કરવા સામે જાહેરનામું હોય છે.તેથી અમો અસમાવતી ઘાટ પર જ વિસર્જન કરીએ છે.. આ વર્ષે પણ ત્યાં જ કરીશું. તેમજ પર્યાવરણની જાળવણી પણ અમારી પ્રાથમિકતા છે. હાલ પોરબંદર શહેરમાં અંદાજે 300 જેટલા નાના મોટા ગણેશ સ્થાપન છે. હવે કેટલા આયોજકો નિશ્ચિત જગ્યા પર વિસર્જન કરશે કે સમુદ્રમાં જ વિસર્જન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડશે તે જોવું રહ્યુ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

(With Input, Hitesh Thakrar) 

Published On - 5:15 pm, Thu, 1 September 22

Next Article