Porbanadar: પુત્ર થયા કપૂત, પુત્રોએ પિતાનું કાસળ કેમ કાઢયું, જાણો કરૂણ ઘટનાની સમગ્ર વિગતો

|

Aug 28, 2022 | 7:46 PM

પિતાની હત્યા કર્યા બાદ બંને પુત્રોએ પિતાના મૃતદેહને ગોબર ગેસના ખાડામાં દાટી તેને સગેવગે કરી દીધો, જો કે પાપ છાપરે ચડીને પોકારે તેમ આ મામલે મૃતક  લખમણ દુદા બાપોદરાના પિતાએ ફરિયાદ કર્યા બાદ પોલીસે તપાસ હાથ  ધરી હતી અને આ ઘટનામાં પુત્રોનો ગુનો સામે આવ્યો.

Porbanadar: પુત્ર થયા કપૂત, પુત્રોએ પિતાનું કાસળ કેમ કાઢયું, જાણો કરૂણ ઘટનાની સમગ્ર વિગતો
પ્રતિકાત્મક તસવીર
Image Credit source: સાંકેતિક તસવીર

Follow us on

પોરબંદરના (Porbandar) રાણાવાવમાં ઘરકંકાસથી કંટાળેલા બે પુત્રોએ સાથે મળીને પિતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પુત્રના હાથે જ પિતાની હત્યા થતા સમગ્ર વિસ્તારમા ભારે ચકચાર મચી જવા પામી હતી. રાણાવાવના (Ranavav) જરૂડી સીમ વિસ્તારમાં રહેતા લાખા દુદા બાપોદરા નામના પ્રોઢની કરૂણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રાણાવાવના ઝરડી સીમમાં રહેતા લખમણ બાપોદરા નામના વ્યક્તિની હત્યા તેમના જ બંને પુત્રો વિજય અને વિરાજે નિપજાવી. માત-પિતા વચ્ચે સતત થતા કંકાસથી કંટાળીને આખરે બંને પુત્રોએ તેમના પિતાનું કાસળ કાઢી નાખ્યું હતું. 26 ઓગસ્ટના રોજ મધરાત્રે વિજય અને વિરાજે તીક્ષ્ણ હથિયારો વડે પિતાની ઘાતકી રીતે હત્યા કરી નાંખી. પોલીસે (Police) હત્યામાં વપરાયેલા હથિયારો કબ્જે લઈ તેને FSLમાં મોકલી આપ્યા છે.

પિતાના મૃતદહેને ગોબર ગેસના ખાડામાં દાટ્યો

પિતાની હત્યા કર્યા બાદ બંને પુત્રોએ પિતાના મૃતદેહને ગોબર ગેસના ખાડામાં દાટી તેને સગેવગે કરી દીધો. જો કે પાપ છાપરે ચડીને પોકારે તેમ આ મામલે મૃતક લખમણ દુદા બાપોદરાના પિતાએ ફરિયાદ કર્યા બાદ પોલીસે તપાસ હાથ  ધરી હતી અને આ ઘટનામાં પુત્રોનો ગુનો સામે આવ્યો. પોલીસની ટીમે પિતાના મૃતદેહને ગોબર ગેસના ખાડામાંથી બહાર કાઢી બંને પુત્રોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક લાખા બાપોદરા અને તેમના પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. માતા-પિતા વચ્ચે સતત થતા કંકાસથી કંટાળીને આખરે બંને પુત્રોએ તેમના પિતાનું કાસળ કાઢી નાંખ્યું હતું. 26 ઓગસ્ટના રોજ મધરાત્રે વિજય અને વિરાજે તીક્ષ્ણ હથિયારો વડે પિતાની ઘાતકી રીતે હત્યા કરી નાંખી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો કબ્જે લઇ તેને FSLમાં મોકલી આપ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ

લાશને દાટ્યા બે દિવસ બાદ મૃતક લખુના પિતા દુદાભાઈ કે જેઓ પોરબંદર ખાતે રહેતા હતા, જેને આરોપી વિજયના ભાઈએ ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરતા દુદાભાઈ પણ ચોકી ગયા હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને માહિતી આપી હતી. મૃતકના પિતા દ્વારા હકીકત જણાવતા પોલીસ પણ ખરાઈ માટે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી, એફએસએલ તેમજ રાણાવાવ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Next Article