Porbanadar: મધ્યાહન ભોજનમાં અપૂરતો અને વાસી ખોરાક આપવા અંગે વિવાદ, મધ્યાહન ભોજન સંચાલિકા કરાયા ફરજ મોકૂફ

|

Jan 16, 2023 | 11:29 PM

વાલીઓ આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી. હાલ તો મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ મહિલા સંચાલકની બદલીની માગ કરી રહ્યા છે તથા મહિલા સંચાલકની બદલી બાદ જ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા વાલીઓ મક્કમ હોય તેમ લાગી રહ્યું છે.

Porbanadar: મધ્યાહન ભોજનમાં અપૂરતો અને વાસી ખોરાક આપવા અંગે વિવાદ, મધ્યાહન ભોજન સંચાલિકા કરાયા ફરજ મોકૂફ
porbandar bad qwality meadday meal

Follow us on

પોરબંદરમાં છાયા નવાપરા પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહન ભોજનથી વિવાદ થયો છે. મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને વાસી, અપૂરતો ખોરાક અપાતો હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓને જીવાત પડેલા અનાજનું ભોજન અપાતુ હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓને પોષક આહાર આપવામાં આવે તે અનિવાર્ય છે. વાલીઓ આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી. હાલ તો મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ મહિલા સંચાલકની બદલીની માગ કરી રહ્યા છે તથા મહિલા સંચાલકની બદલી બાદ જ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા વાલીઓ મક્કમ હોય તેમ લાગી રહ્યું છે.

વાલીઓ  બાળકોને શાળાએ ન મોકલવા મક્કમ

રતનપર ગામે આવેલી પ્રાથમિક શાળા માં સરકારના નિયમ મુજબ મધ્યાહન ભોજન આપવામાં આવે છે પરંતુ સંચાલિકા નિયમ વિરુદ્ધ અને જીવાત વાળું અપૂરતું ભોજન આપતા હોવાથી વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવાનો બહિષ્કાર કરી પુરવઠા વિભાગની રજુઆત કરી તંત્ર એ સંચાલિકા સામે પગલા લેવા ખાતરી આપી છે છતાં વાલીઓ બાળકોને સ્કૂલે નહિ મોકલવા મક્કમ છે. સ્થાનિક આગેવાનોએ સમગ્ર મામલે વાલીઓને સાથે રાખી પુરવઠા અધિકારી ને રજુઆત કરી હતી જેને પગલે તંત્રએ આળસ મરડી કાર્યવાહી કરવા વાલીઓને આશ્વાસન આપ્યું હતું. જોકે વાલીઓએ જ્યા સુધી નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકો સ્કૂલે નહીં આવે તે મુદ્દે વાત કરી હતી
મધ્યાહન ભોજન ના રસોડા ની મુલાકતે ટીવી9 પહોંચ્યું ત્યારે અનાજ અને કઠોળમાં રીતસર જીવાતો ફરતી જોવા મળી હતી અને ડુંગળી પણ પાકી ગયેલી જોવા મળી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

ટીવી9ના અહેવાલની અસર

પોરબંદરનો આ અહેવાલ પ્રસિદ્ધ થતા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી મધ્યાહન ભોજન સંચાલિકા ગીતાબેન વાણવી ને મામલતદારે  લેખિત હુકમ કરી ફરજ મોકૂફનો આદેશ આપ્યો હતો.

પોરબંદર છાયા નગર પાલિકા વારંવાર વિવિધ કારણોસર આવે છે વિવાદમાં

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં કાયમી સ્ટાફની અછત હોવાથી કેટલાક કામ અટકી પડે છે. 65 ટકા સ્ટાફની અછતનો કૉંગ્રેસનો આક્ષેપ છે. 35 ટકા સ્ટાફથી કામ ચલાવવામાં આવે છે. અનેક વખત મુશ્કેલી દૂર કરવા આઉટસોર્સિંગથી પાલિકાનું તંત્ર ચાલે છે, ત્યારે ભરતીને લઈને સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. પોરબંદર, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. જ્યાં દેશ વિદેશના નેતા અને પર્યટકો શહેરની મુલાકાત લેતા હોય છે. શહેરની ભવ્યતા સામે કોઈ સવાલ નથી, કેમ કે ગાંધીજીનું નામ તેની સાથે જોડાયેલું છે. જોકે સ્થાનિકોના પ્રશ્નોના ઉકેલ બાબતે  સ્ટાફની અછતની સમસ્યા સર્જાય છે તેવો વિપક્ષ તથા સ્થાનિકોનો આક્ષેપ છે.

આ પણ વાંચો : રાજા શાહી સમયના બાગ બગીચાની જાળવણીનો અભાવ અને નવા બગીચાનું પ્લાનિંગ ! શાસક-વિપક્ષના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જાણો સમગ્ર ઘટના ?

સ્થાનિક નગરપાલિકા વિવિધ મુદ્દે ઉદાસિન

સ્થાનિક નગરપાલિકાને જાણે કે કોઈ ખાસ ચિંતા હોય તેમ લાગતું નથી. કેમ કે શહેરના કેટલાક કામ અટકી પડે છે, તેની પાછળ કારણ છે નગરપાલિકા પાસે અપૂરતો સ્ટાફ છે, જેના લીધે સ્થાનિક લોકો અને પર્યટકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ મુદ્દે કૉંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તો બીજી તરફ પાલિકા સત્તાધીશોએ તો અવારનવાર કમિટીમાં કર્મચારીઓની ભરતી માટે દરખાસ્ત કરી, પરંતુ હાલની કમિટી કર્મચારીઓને લેવામાં ક્યાં કારણે આળસ મરડે છે તે સવાલ ચોક્કસ ઉભો થઈ રહ્યો છે.

 

વિથ ઇનપુટ , હિતેષ ઠકરાર, ટીવી9 પોરબંદર

Published On - 10:50 pm, Mon, 16 January 23

Next Article