KUTCH : આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણીરૂપે માંડવી બીચ પર સફાઇ અભિયાન, પોરબંદરમાં કોસ્ટગાર્ડની ઉજવણી

આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ-ડેની ઉજવણીના ભાગરૂપે માંડવી દરિયાકાંઠે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માંડવીબીચ વિશ્વ વિખ્યાત બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 2:43 PM

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી ભાગરૂપે માંડવી બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું .સમુદ્ર સફાઈ અભિયાનમાં કોસ્ટગાર્ડ, વનવિભાગ, ગાઈડ સહીતની સંસ્થાઓ જોડાઈ હતી. જે દર વર્ષે સાગરકાંઠે સફાઇનું અભિયાન હાથ ધરે છે.

આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ-ડેની ઉજવણીના ભાગરૂપે માંડવી દરિયાકાંઠે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માંડવીબીચ વિશ્વ વિખ્યાત બન્યો છે. પરંતુ તેની સફાઈ યોગ્ય થતી નથી. દર વર્ષે લાખો પ્રવાસીઓ બીચની મુલાકાતે આવે છે. જેના કારણે દરિયાકાંઠે પ્લાસ્ટિક અને કચરાના કારણે બીચ પર ગંદકી જોવા મળે છે. પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાના વાતવરણને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

માંડવી બીચ ખાતે આયોજિત સફાઈ અભિયાનમાં ભારતીય કોસ્ટગાર્ડ , વનવિભાગ ,ગુજરાત ઇન્સ્ટીટયુટ ડેઝર્ટ ઇકોલોજી અને વિધાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અને માંડવી બીચની સફાઈ કરવામાં આવી હતી. માંડવી દરિયાકાંઠેથી 1.5 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સમુદ્રકાંઠે એકત્રિત થયેલ તમામ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. દર વર્ષે કચ્છના અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાય છે.

સમુદ્રની સ્વચ્છતા લઈને લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરિયામાં પ્લાસ્ટિક ફેંકવાના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકશાન થાય છે. લોકો સમુદ્રની સફાઈ માટે જાગૃતિ રાખશે તો પર્યાવરણ અને દરિયાકાંઠાને સ્વચ્છ રાખી શકીશુ તેવા સંદેશ સાથે આ અભિયાન હાથ ધરાયું હતું.

પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા સફાઇ અભિયાન 

ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે સમુદ્રી તટની સફાઈ કરવામાં આવે છે. આ વર્ષે આઝાદીને 75 વર્ષ થવા બદલ સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે કોસ્ટ ગાર્ડે પણ અમૃત મહોત્સવ નિમિત્તે પોરબંદર ખાતે બિચ ક્લીનઅપ દિવસની ઉજવણી કરી. તેના અંતર્ગત કોસ્ટ ગાર્ડે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને પોરબંદરના દરિયા કિનારાની સફાઈનું અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ અભિયાન દ્વારા કોસ્ટ ગાર્ડે લોકોને પર્યાવરણની અને સમુદ્રી જીવોની જાળવણીનો સંદેશ આપ્યો હતો અને સાથે જ હેલિકોપ્ટરથી રાહત બચાવ કામગીરીની સર્ચ એન્ડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજીને લોકોને ચકિત કરી દીધા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">