ગુજરાતના 75 તાલુકામાં મેઘરાજા મહેરબાન, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની તોફાની બેટિંગ

|

Aug 10, 2022 | 7:44 AM

ઉતર ગુજરાતમાં (North gujarat) અરવલ્લીના મોડાસામાં 2 ઈંચ,મહિસાગરના કડાણામાં 2 ઈંચ તેમજ દાહોદના ઝાલોદમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના 75 તાલુકામાં મેઘરાજા મહેરબાન, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની તોફાની બેટિંગ
heavy rain in gujarat

Follow us on

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન (gujarat rain) જોવા મળી રહ્યા છે. હવામન વિભાગની આગાહી (IMD) અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Heavy rain) નોંધાયો છે.જેમાં સૌથી વધુ પોરબંદરમાં (porbandar) 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે,તો મહેસાણાના વિજાપુરમાં 2.5 ઈંચ,મહિસાગરમાં સંતરામપુર 2.5 ઈંચ અને ગીર સોમનાથના કોડીનારમાં પણ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.બીજી તરફ ઉતર ગુજરાતમાં (North gujarat) અરવલ્લીના મોડાસામાં 2 ઈંચ,મહિસાગરના કડાણામાં 2 ઈંચ તેમજ દાહોદના ઝાલોદમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

મોડાસા શહેરમાં મેઘરાજાની તોફાની ઈનિંગ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં (modasa city) ધોધમાર વરસાદ પડયો. શહેરના દઘાલીયા, ગાજણ, મરડીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.મુખ્ય ચાર રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તો બીજી તરફ સાબરકાંઠામાં હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.હડિયોલ,ગઢોડા અને કાંકણોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો. હડીયોલમાં ભારે વરસાદને (heavy rain gujarat) પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

હવામના વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની(Rain) આગાહી કરી છે.મોન્સૂન ટર્ફ પસાર થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) આગાહી છે. જેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેનાથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે.અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Next Article