Breaking News: પોરબંદરના દરિયામાંથી Dolphinનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ, વનવિભાગે 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા

Porbandar: પોરબંદરના દરિયામાંથી Dolphinનો શિકાર કરતી ગેંગને વનવિભાગે ઝડપી પાડી છે. વનવિભાગે 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા છે. 25 જેટલા ડોલ્ફીનના મૃતદેહ મળ્યા છે.

Breaking News: પોરબંદરના દરિયામાંથી Dolphinનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ, વનવિભાગે 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 4:44 PM

ગુજરાતનો સમુદ્ર કિનારે સૌથી લાંબો 1600 કિલોમીટરનો છે. જેમાં વેરાવળથી ઓખા સુધીના સમુદ્રમાં ખૂબ ઓછી અને જવલ્લે જ જોવા મળતી કિંમતી માછલીઓ ડોલ્ફીનનો શિકાર થતો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના દરિયામાંથી ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ છે. વનવિભાગે 10 શખ્સને ડોલ્ફીન સાથે ઝડપી લીધા છે. તેમની પાસેથી 25 ડોલ્ફીનના મૃતદેહ મળ્યા છે. ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ આસામ અને તમિલનાડુની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગેંગના તમામ લોકો સામે વનવિભાગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસોથી આ ગેંગ સક્રિય હોવાનુ અનુમાન છે.

25 ડોલ્ફીનના મૃતદેહ સાથે 10 શિકારીઓની કરાઈ ધરપકડ

ગુજરાત કોસ્ટગાર્ડ અને વનવિભાગને બાતમી મળી હતી કે સમુદ્રમાં ડોલ્ફીન માછલીઓનો શિકાર થાય છે. આ બાતમીને આધારે સતત વોચ રાખવામાં આવતી હતી. એક અજાણી બોટ પોરબંદર સમુદ્ર ફિશીંગના બહાને આવતા સુરક્ષા એજન્સીઓએ ફિશિંગ બોટની તલાશી લીધી હતી. જેમાથી અંદાજે 25 જેટલી મૃત ડોલ્ફીન માછલીઓ મળી આવતા એજન્સીઓ ચોકી ઉઠી હતી. આસામની ધ્યાનસા નામની ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી. જેમાં આસામ અને તામિલનાડુના માછીમારોના સ્વાંગમાં શિકારીઓ મળી આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શિકારીઓના  કોવિડ ટેસ્ટ કરાઈ રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ

આજે વનવિભાગે આસામ ની ફિશીંગ બોટ અને 10 શિકારી માછીમારોને ઝડપી તેમના કોવિડ ટેસ્ટ કરાવી તમામની ધરપકડ કરી છે અને ફિશીંગ બોટને પોરબંદર હારબર પર અટકાયતમાં રાખવામાં આવી છે. હાલ વન વિભાગ તમામ શિકારી માછીમારોના કોર્ટ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આજે વનવિભાગે આસામ ની ફિશીંગ બોટ અને 10 શિકારી માછીમારોને ઝડપી તેમના કોવિડ ટેસ્ટ કરાવી તમામની ધરપકડ કરી છે અને ફિશીંગ બોટને પોરબંદર હારબર પર અટકાયતમાં રાખવામાં આવી છે. હાલ વન વિભાગ તમામ શિકારી માછીમારોના કોર્ટ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

માછીમારોના સ્વાંગમાં ગુજરાતના દરિયામાં ઘુસ્યા આસામ-તમિલનાડુના શિકારીઓ

આસામની ફિશિંગ બોટ સાથે ઝડપાયેલ શિકારી માછીમારો ફિશિંગ કરવા નીકળ્યા હતા તો તેમની પાસે ગુજરાતના સમુદ્રમાં ફિશિંગ કરવાની મંજૂરી હતી કે કેમ ? ડોલ્ફીનના શિકાર કરી હેરાફેરી કરવાનો ઈરાદો હતો?  ક્યાં વેચાણ કરવાના હતા?  શિકાર પાછળ મોટું માથું કોણ છે ? તે સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે

હાલ, પોરબંદર નીરમા કેમિકલ્સ સામે આવેલા વનવિભાગના પમ્પ હાઉસ ખાતે ડોલ્ફીનના મૃતદેહ અને શિકારીઓને રાખવામાં આવ્યા છે. સમુદ્રકિનારાથી આ સ્થળ નજીક છે હાલ તમામ પ્રક્રિયા વનવિભાગ દ્રારા કરવામાં આવી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર

g clip-path="url(#clip0_868_265)">