અરબી સમુદ્રમાં ફિશિંગ બોટ પર ગોળીબાર થવા મામલે પાકિસ્તાન નેવી સામે નોંધાઇ ફરિયાદ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Oct 09, 2022 | 9:47 AM

6 ઓક્ટોબરના રોજ જખૌથી 45 નોટિકલ માઈલ દૂર IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ ( fishing boat) પર પાકિસ્તાન મરિન્સ (Pakistan Marines) દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.

અરબી સમુદ્રમાં ફિશિંગ બોટ પર ગોળીબાર થવા મામલે પાકિસ્તાન નેવી સામે નોંધાઇ ફરિયાદ
પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ સામે નોંધાઈ ફરિયાદ

અરબી સમુદ્રમાં IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ ( fishing boat) પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ (firing) કરાયુ હોવાની ઘટનામાં પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં પાકિસ્તાન નેવીએ (Pakistan Navy) હરસિદ્ધિ નામની બોટ પર ગોળીબાર કર્યો હતો અને બોટને ડુબાડી દીધી હતી. જે પછી ભારતીય માછીમારોને (Indian fishermen) ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. અગાઉ પણ પાકિસ્તાન મરિન્સ દ્વારા અનેક વાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ બનેલી છે. જો કે આ વખતે પાકિસ્તાન મરિન્સ દ્વારા માછીમારોની બોટ પર ફાયરિંગ કરીને હદો વટાવી દેવામાં આવી છે.

પાકિસ્તાન દ્વારા વારંવાર કરાય છે માછીમારોનું અપહરણ

ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનની જળસીમા સાથે પણ જોડાયેલો છે. ઘણીવાર એવુ બનતુ હોય છે કે ગુજરાતના માછીમારો ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતા હોય છે. પણ ક્યારેક પાકિસ્તાન મરિન્સ દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને પણ માછીમારોનું અપહરણ કરી લેવામાં આવે છે. આજના દિવસે પણ ગુજરાતના અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જો કે અત્યાર સુધી પાકિસ્તાન મરિન્સ દ્વારા માછીમારોનું અપહરણ કરવાની ઘટના બનતી હતી. જો કે આ વખતે પાકિસ્તાન મરીન્સ દ્વારા માછીમારોની બોટ પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે.

માછીમારોને ગોંધી રાખીને મરાયો હતો માર

6 ઓક્ટોબરના રોજ જખૌથી 45 નોટિકલ માઈલ દૂર IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ અને બોટને ડુબાડી દીધી હતી. જો કે માછીમારોનો આબાદ બચાવ થયો છે. માછીમારોની પુછપરછમાં સામે આવ્યુ છે કે બોટ ડુબ્યા બાદ માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ માર માર્યો હતો. જેથી વણાંકબારા, દીવના અમરસી માવજી બામણિયાએ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવીના 20થી 25 જવાનો સામે હત્યાની કોશિશ અને માર મારવા બોટ પર ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati