PORBANDAR : વેક્સિન સર્ટિફિકેટને લઇને ઘોર બેદરકારી, એક ડોઝ લીધા બાદ કેટલાક લોકોને બંને ડોઝના સર્ટિફિકેટ અપાયા

|

Dec 04, 2021 | 5:00 PM

સામાજીક કાર્યકર દિનેશ થાનકીએ કોરોના વેક્સિન ડોઝ મામલે ગડબડ છે તેમજ એક જ ડોઝ લેનારને બંને ડોઝના સર્ટીફીકેટ કેવી રીતે મળે તેમ જણાવી સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ કરી છે.

PORBANDAR : વેક્સિન સર્ટિફિકેટને લઇને ઘોર બેદરકારી, એક ડોઝ લીધા બાદ કેટલાક લોકોને બંને ડોઝના સર્ટિફિકેટ અપાયા
વેક્સિન સર્ટિફિકેટ (ફાઇલ)

Follow us on

પોરબંદરમાં (PORBANDAR)કેટલાક લોકોને કોરોના (CORONA) વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના થોડા દિવસમાં જ બંને ડોઝના સર્ટિફિકેટ (Vaccine Certificate) મળી જતા લોકોમાં ભારે અસમંજસતા અનુભવાઇ રહી છે. કેટલાક આગેવાનોએ વેક્સિનમાં કૌભાંડ હોવાની વાત કરી તો બીજી તરફ અધિકારીઓએ ટેક્નિકલ ખામી હોવાનું રટણ કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી રહી છે. તેમજ વેક્સિનના બંને ડોઝ લેવાની અપીલ કરી રહી છે. ત્યારે લોકો પણ વેક્સિન ડોઝ લેવા દોડી રહ્યાં છે. પરંતુ એવા અનેક લોકો જેમણે કોરોના રસીનો એક જ ડોઝ લીધો હોય તેમને ડોઝ લીધાના થોડા જ દિવસોની અંદર બંને ડોઝના સર્ટિફીકેટ મળી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે સિસ્ટમમાં કંઈક ખામી સર્જાઇ તેવું જણાવ્યું છે. હાલ સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.

સામાજીક કાર્યકર દિનેશ થાનકીએ કોરોના વેક્સિન ડોઝ મામલે ગડબડ છે તેમજ એક જ ડોઝ લેનારને બંને ડોઝના સર્ટીફીકેટ કેવી રીતે મળે તેમ જણાવી સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ કરી છે. જ્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને પૂછવામાં આવતા તેમણે સમગ્ર મામલે કંઇ ખોટું થયું નથી અને સગાવહાલાના મોબાઇલ નંબરો સિસ્ટમમાં આપ્યા હોવાથી આવું ક્યારેક થાય તેવું રટણ કરી સબ સલામત ના દાવા કર્યા હતા. હાલ તો જે લોકો એ બીજો ડોઝ નથી લીધો તેવા લોકો હવે બીજો ડોઝ લેવા આરોગ્ય કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે અને પરેશાન થઇ રહ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અવારનવાર તંત્રની બેદરકારી છતી થઇ

નોંધનીય છેકે આ પહેલા પણ કોરોનાને લઇને તંત્રની બેદરકારી છતી થઇ ચૂકી છે, કેટલીક ઠેકાણે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પણ કોરોના વેક્સિનના સર્ટિફિકેટ મળ્યા હોવાનું સામે આવી ચુક્યું છે. તો કેટલાક કેસમાં તો વેક્સિન ન લીધી હોય તેને પણ સર્ટિફિકેટ મળ્યા હોવાનું સામે આવી ચુક્યું છે. આમ, એક તરફ ફરી કોરોનાના નવા વેરિએન્ટની લોકોને ચિંતા સતાવી રહી છે. ત્યારે ફરી તંત્રની બેદરકારીને લઇને લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.

આ પણ વાંચો : Ahmedabad : સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરીમાં નવું નજરાણું ઉમેરાયું, જીતુ વાઘાણીના હસ્તે ઓપનિંગ

 

Next Article