Ahmedabad : સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરીમાં નવું નજરાણું ઉમેરાયું, જીતુ વાઘાણીના હસ્તે ઓપનિંગ

એટલું જ નહીં પણ સાયન્સ સિટી જાણે મુલાકાતીઓનું સ્વર્ગ બની ગયું છે. તેની વૈશ્વિક કક્ષાની ગેલેરીઓ જેમાં અકેવેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ થાય છે. તે તમામ ઉમર ના મુલાકાતીઓને આકર્ષે છે. એટલું જ નહીં પણ તેને રાજય અને રાષ્ટ્રના એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવાસન સ્થળ તરીકે માનવામાં આવે છે.

Ahmedabad : સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરીમાં નવું નજરાણું ઉમેરાયું, જીતુ વાઘાણીના હસ્તે ઓપનિંગ
અમદાવાદ : સાયન્સ સિટી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 4:28 PM

Ahmedabad :  આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આજે આવી ગઈ છે. આપણા ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનૉલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણી દ્વારા એકવેટિક ગેલેરી ખાતે બનાવવામાં આવેલ પેંગ્વિન ગેલેરીમાં પેંગવીન લવાતા તેની શરૂઆત કરાઈ. એકવેટિક ગેલેરી ખાતે 5 પેંગ્વિન છે અને બધા સ્વસ્થ અને તંદુરસ્ત છે. ગુજરાત સાયન્સ સિટી તેમાં રહેલી વિશ્વભરની વિવિધ એકવેટિક, સેમી એકવેટિક ધરાવે છે. ત્યારે હવે પેંગ્વિન પણ આ સાયન્સ સિટી પરિવારમાં સામેલ થઈ ગયા છે.

એટલું જ નહીં પણ સાયન્સ સિટી જાણે મુલાકાતીઓનું સ્વર્ગ બની ગયું છે. તેની વૈશ્વિક કક્ષાની ગેલેરીઓ જેમાં અકેવેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ થાય છે. તે તમામ ઉમર ના મુલાકાતીઓને આકર્ષે છે. એટલું જ નહીં પણ તેને રાજય અને રાષ્ટ્રના એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવાસન સ્થળ તરીકે માનવામાં આવે છે. અને તેમાં પણ 17 જુલાઇ થી 30 નવેમ્બર સુધી કુલ 3,50000 થી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.

કેમ્પસ ખાતે તાજેતરમાં જ ત્રણ નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં 28 મીટર લાંબી વોકવે ટનલવાળી વિશ્વ ભરના જળ જીવોનો સમાવતી એકવેટિક ગેલેરી અને નેચર પાર્ક નો સમાવેશ થાય છે. અધ્યતન 3D આઈમેકસ થિયેટર, હૉલ ઓફ સ્પેસ અને અન્ય પેવેલિયન્સ સાયન્સ સિટીની મુલાકાત લેવાનું વધુ એક કારણ છે. અને તેમાં પેંગ્વિનની રજૂઆત સાથે વધુ એક યશકલગી સાયન્સ સીટી ખાતે ઉમેરાયુ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાત સાયન્સ સિટી ઘણા એકવેટિક અને સેમી એકવેટિક જીવોનું સંવર્ધન કરે છે હવે તેમાં પેંગ્વિનનો પણ સમાવેશ થઈ ચૂક્યા છે. જે પેંગવીન ગેલેરીની શરૂઆત મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત કરીને કરી છે. જેની શરૂઆત સાથે જ મુલાકાતીઓએ પેંગવીન ગેલેરીને માણી આનંદ માણ્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, “ગુજરાત સાયન્સ સિટી 2.0 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યાર બાદ કોવિડ ગાઇડલાઇન સાથે 16 જુલાઇ 2021 એ ફરી શરૂ કરવામાં આવ્યું. ફરી ખૂલ્યું ત્યારથી સ્વચ્છ, હરિયાળા અને વિજ્ઞાન-શિક્ષણ તથા અનુભવના આદર્શ સ્થળ તરીકે બહોળા પ્રમાણમાં ઉત્સાહીઓ અને સામાન્ય નાગરિકોએ અહીની મુલાકાત લીધી છે.” સાથે જ આગામી દિવસમાં વધુ નવી ગેલેરી લોકોની સુવિધા માટે ઉમેરાશે તેવું પણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. તેમજ સાયન્સ અને પ્રકૃતિ વિશે જાણવા માંગતા લોકો માટે સાયન્સ સીટી એક ઉત્તમ સ્થળ હોવાની પણ વાત કરી.

એકવેટિક ગેલેરીમાં 60 ઉપર ટેન્કમાં 200 ઉપર પ્રજાતિની 11 હજાર જેટલી માછલીઓ રહેલી છે. જે આકર્ષણનું કેન્દ્ર છે. પણ તેમાં અંડર ટનલ પણ આકર્ષણનું એક કેન્દ્ર છે. અને તેમાં આજે પેંગવીનનું વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.

એકવેટિક ગેલેરી ખાતે પેંગ્વિનની રજૂઆત કરતાં તેમણે ઉમેર્યું કે “ગુજરાત સરકાર પર્યાવરણ અને તેની કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા હમેશા કાર્યરત રહી છે. આફ્રિકન પેંગવીન ની આ મહત્વની પ્રજાતિ લુપ્ત થવાની ભીતિમાં છે અને તેમની સંખ્યા ઓછી થતી જાય છે. ત્યારે અહી એકવેટિક ગેલેરી ખાતે આફ્રિકન પેગ્વિનનું મહત્વ એ છે કે ઉપયોગી શૈક્ષણિક અનુભવ અને કેવી રીતે માનવીય પ્રવૃતિઓ આવા પ્રાણીઓને લુપ્ત થવાની કગાર પર લાવી દે છે તે વિષે લોકોમાં જાગૃતિ દ્વારા આ પ્રજાતિના સંવર્ધન્નના સુયોગ્ય પ્રયત્નો વધારી શકાય.

ગુજરાત સાયન્સ સિટીની એકવેટિક્સ ગેલેરીમાં રાખવામા આવેલા પેંગ્વિન આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે. પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ પણ જીવે અને સંવર્ધન કરે છે.

આ પ્રયાસથી એવું પણ લાગી રહ્યું છે કે મુલાકાતીઓને પ્રાણી ઓ વિષે જાણવાનું ગમશે અને પેંગ્વિન તો એક અનોખુ પ્રાણી છે. જૈવ વિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકોને પ્રાણીઓના વસવાટ વિષે શીખવવાનો આ એક અદભૂત માર્ગ મનાય છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા પેંગ્વિન વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે. સાયન્સ ગેલેરીઓના વિવિધ પ્રદર્શનો તમામ ઉમરના લોકોને આકર્ષ્યા છે. અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અન્વેષ્ણને લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">