Porbandar: અહીં ઑક્સિજન તો છે પરંતુ રેગ્યુલેટર નથી! જેથી લોકો એમ્બ્યુલન્સમાં મેળવે છે સારવાર

|

Apr 19, 2021 | 5:38 PM

Porbandar: જિલ્લાની પરિસ્થિતિ કોરોનાના કારણે દિવસે દિવસે બેકાબુ બની રહી છે. કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન મળતું રહે છે, પરંતુ ઓક્સિજન આપવાના રેગ્યુલેટરનો અભાવ હોવાથી કોવિડ દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લઈ રહ્યા છે.

Porbandar: અહીં ઑક્સિજન તો છે પરંતુ રેગ્યુલેટર નથી! જેથી લોકો એમ્બ્યુલન્સમાં મેળવે છે સારવાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Porbandar: જિલ્લાની પરિસ્થિતિ કોરોનાના કારણે દિવસે દિવસે બેકાબુ બની રહી છે. કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન મળતું રહે છે, પરંતુ ઓક્સિજન આપવાના રેગ્યુલેટરનો અભાવ હોવાથી કોવિડ દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લઈ રહ્યા છે. જોકે જિલ્લાના એક માત્ર ઓક્સિજન રિફીલિંગ કરતા ઉદ્યોગની ક્ષમતા કરતા વધુ સિલિન્ડરોની માંગ છે.

 

પોરબંદર જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. સમગ્ર દેશમાં ઓક્સિજનના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, ત્યારે જિલ્લાના ઓક્સિજન રિફિલ કરતા વેપારી પોરબંદર અને ગીર સોમનાથ એમ બે જગ્યા પર ઓક્સિજન પૂરું પાડી રહ્યા છે. છતાં દર્દીઓ ઓક્સિજનના રેગ્યુલેટર નહીં હોવાથી કોવિડ હોસ્પિટલના પટાંગણમાં એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન લઈ રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

સુધીર શાહ ઓક્સિજનના વેપારી કહે છે કે, ‘પોરબંદરમાં અમે ઓક્સિજન રિફીલિંગનું કામ કરીએ છીએ. થોડા દિવસો પહેલા હોસ્પિટલોમાં માત્ર એક માસમાં 50 જેટલી બોટલો સપ્લાય થતી હતી. આજે સતત રિફીલિંગ કરી પોરબંદર ભાવસિંહજી કોવિડ હોસ્પિટલને દરરોજ 400 બોટલ સપ્લાય કરી એ છે અને ગીર સોમનાથ સિવિલમાં 150 બોટલો સપ્લાય કરીએ છીએ. સવારે 6 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી રિફીલિંગ કરીએ છીએ.

 

જિલ્લાના એકમાત્ર ઓક્સિજન સપ્લાયરના મતે જરૂરિયાત કરતા દરરોજની 10 ગણી ઓક્સિજનની જરૂરિયાત ઉભી થયેલ છે. રિફીલિંગમાં એકસાથે 40 બોટલ રિફિલ કરતા 30 મિનિટનો સમય લાગે છે. ભૂતકાળમાં મેડિકલ ઓક્સિજન મહિને માંડ 50થી 60 બોટલો ઉપયોગ લેવાતી, આજે ભાવસિંહજીમાં જ રોજની 400 બોટલો સપ્લાય કરવામાં આવે છે.

 

જે ડી પરમાર સિવિલ સર્જન જણાવે છે કે, ‘હોસ્પિટલમાં દવા ઈન્જેકશનનો પૂરતો સ્ટોક છે. ટોસિલિઝુંમેબ ઈન્જેકશનનો સ્ટોક ઓછો છે, જ્યારે ઓક્સિજન માટેના રેગ્યુલેટર સમગ્ર રાજ્યમાં નથી. જેની સ્થાનિક જિલ્લા કલેકટરે વ્યવસ્થા કરી છે અને ટૂંક સમયમાં રેગ્યુલેટર પણ આવી જશે.’ વધુમાં જણાવતા કહ્યું કે હાલ હોસ્પિટલના તમામ બેડ ફૂલ છે.

 

જિલ્લામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે, ઈન્ડસ્ટ્રીઝના સિલિન્ડર મેડિકલમાં ફેરવી નાખ્યા છે. પરંતુ ઓક્સિજન આપવા માટેના રેગ્યુલેટર નહીં હોવાનું હોસ્પિટલ સત્તાવાળા પણ કબૂલ કરી રહ્યા છે. જોકે હાલ સ્થિતિ બેકાબુ બની છે, ત્યારે જિલ્લા પ્રશાસન ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા જેવો ઘાટ સર્જયો છે. હાલ તો ઓક્સિજનના આભાવે નહીં પરંતુ રેગ્યુલેટર નહીં હોવાથી દર્દીઓની મુશ્કેલી વધી રહી છે, જેના કારણે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સમાં  લોકો ઓક્સિજન લઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: કોરોનાનો કહેર: સંગીતકાર Nadeem–Shravan જોડી ફેમ Shravan Rathod હોસ્પિટલમાં દાખલ થયા, સ્થિતિ ગંભીર

Next Article