કોરોનાનો કહેર: સંગીતકાર Nadeem–Shravan જોડી ફેમ Shravan Rathod હોસ્પિટલમાં દાખલ થયા, સ્થિતિ ગંભીર

સંગીતકાર નદીમ-શ્રવણ જોડી ફેમ શ્રવણ રાઠોડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રવણ રાઠોડને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે. તેમને સારવાર માટે મુંબઈની એસ.એલ. રહેજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોરોનાનો કહેર: સંગીતકાર Nadeem–Shravan જોડી ફેમ Shravan Rathod હોસ્પિટલમાં દાખલ થયા, સ્થિતિ ગંભીર
shravan rathod

સંગીતકાર નદીમ-શ્રવણ જોડી ફેમ શ્રવણ રાઠોડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રવણ રાઠોડને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે. તેમને સારવાર માટે મુંબઈની એસ.એલ. રહેજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. કોરોના સિવાયની બીમારીઓને કારણે તેમની હાલત અત્યારે નાજુક બની છે. ડોકટરો કહે છે કે હોસ્પિટલમાં દાખલ થયા બાદથી તેમની હાલત ખરાબ થઈ નથી, પરંતુ તેમની હાલની તબિયત ચિંતાજનક છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો કોરોના ચેપનો ભોગ બન્યા છે.

આશિકીથી થયા હિટ

1990ના દાયકામાં નદીમ-શ્રવણના સંગીતમાં બોલિવૂડનું વર્ચસ્વ હતું. નદીમ સૈફી તેમના સાથી શ્રવણ રાઠોડ સાથે મળીને ધૂન કંપોઝ કરતા હતા. આશિકી ફિલ્મમાં તેમના રોમેન્ટિક ગીતોની ધૂન અત્યંત લોકપ્રિય બની હતી. જોકે ગુલશન કુમારની હત્યામાં નામ આવ્યા બાદ નદીમ અને શ્રવણની જોડી તૂટી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, નદીમ-શ્રવણ જોડી ‘આશિકી’, ‘સાજન’, ‘સડક’, ‘દિલ હૈ કે માનતા નહીં’, ‘સાથી’, ‘દીવાના’, ‘ફૂલ ઓર કાટે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘જાન તેરે નામ ‘રંગ’, ‘રાજા’, ‘ધડકન’, ‘પરદેસ’, ‘દિલવાલે’, ‘રાજ’ જેવી ફિલ્મોમાં સંગીત આપીને પોતાની ઓળખ બનાવી હતી. નોંધનીય છે કે નદીમ અને શ્રવણે 70ના દાયકામાં હિટ ભોજપુરી ફિલ્મ ‘દંગલ’ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના ગીતો ભારે સફળ સાબિત થયા હતા. નદીમ અને શ્રવણે તેમની કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ જીત્યા હતા. આશિકી, રાજા હિન્દુસ્તાની, સાજન અને દીવાના ફિલ્મ્સ માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો.

કોરોનાની પકડમાં બોલિવૂડ

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સ્ટાર્સ કોવિડની પકડમાં આવી ગયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, નીલ નીતિન મુકેશ અને અર્જુન રામપાલનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સ્ટાર્સે કોવિડને પરાજિત કર્યો છે.

આ પણ વાંચો :-  Maha Kumbh 2021: કોરોનાની ગંભીર પરિસ્થિતી વચ્ચે કુંભના આયોજન પર ભડક્યો સોનુ નિગમ, ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો

આ પણ વાંચો :- ડોક્ટરની બેદરકારી: ખોટી ટ્રીટમેન્ટને કારણે આ અભિનેત્રીના સુંદર ચહેરાની હાલત થઇ ગઈ ભયંકર ખરાબ, જુઓ તસ્વીર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati