ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી રૂપિયા 5 લાખ 35 હજારનો દારૂ પોલીસે ઝડપ્યો

જેમાં કોરોના વોર્ડના પાર્કિંગમાં દારૂ વેચાણ ચાલતું હતું. સિવિલ કેમ્પસમાં સીસીટીવી ન હોવાનો દારૂ વેચનારા શખ્સે ફાયદો ઉઠાવ્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી રૂપિયા 5 લાખ 35 હજારનો દારૂ પોલીસે ઝડપ્યો
police seized liquor worth rs 5 lakh 35 thousand from gandhinagar civil hospital campus

ગાંધીનગર(Gandhinagar)  સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી રૂ. 5 લાખ 35 હજારનો દારૂ(liquor) ઝડપાયો છે. જેમાં કોરોના વોર્ડના પાર્કિંગમાં દારૂ વેચાણ ચાલતું હતું. જેમાં સિવિલ કેમ્પસમાં સીસીટીવી ન હોવાનો દારૂ વેચનારા શખ્સે ફાયદો ઉઠાવ્યો હતો. આ રેડમાં દારૂની 59 બોટલ – મોબાઈલ – કાર સાથે 5 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાંદખેડાના રહેવાસી આકાશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. સેકટર 7 પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કુલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Tokyo Olympic: ચક દે ઇન્ડિયા ! હોકી ટીમે 41 વર્ષે મેડલ જીત્યો, ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ઇતિહાસ સર્જયો 

આ પણ વાંચો : RAJKOT : ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરાઈ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati