AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympic: ચક દે ઇન્ડિયા ! હોકી ટીમે 41 વર્ષે મેડલ જીત્યો, ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ઇતિહાસ સર્જયો

ભારતીય પુરુષ હોકી ટીમે (Indian Men’s Hockey Team) છેલ્લે 1980માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ હોકી ની ટીમ મેડલ જીતવાની આશા 1980 બાદ થી વર્તાઇ રહી હતી, પરંતુ નિરાશા જ મળતી હતી. પરંતુ ભારતીય હોકીએ મેડલની આશા બ્રોન્ઝ સાથે સંતોષી દીધી છે.

Tokyo Olympic: ચક દે ઇન્ડિયા ! હોકી ટીમે 41 વર્ષે મેડલ જીત્યો, ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ઇતિહાસ સર્જયો
Indian Hockey Player
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:23 AM
Share

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Men’s Hockey Team) 41 વર્ષના ઇતિહાસને રચવા માટે આજે મેદાને ઉતરી હતી. જે ઇતિહાસે ચાર દાયકાનો ઇતિહાસ કરી દીધો હતો. ભારતે 4-4 થી જીત મેળવીને બ્રોન્ઝ હાંસલ કર્યો હતો. ભારત અને જર્મની વચ્ચે હોકીની જબરદસ્ત ટકકર થઇ હતી. જોકે ભારતીય ટીમ શરુઆત થી જ શાનદાર રમત જોવા મળી હતી. મેડલ મેળવવાનો જુસ્સો ભારતીય ખેલાડીઓમાં જોવા મળી રહ્યો હતો. જે જુસ્સાએ ઓલિમ્પિકમાં મેડલની તરસને સંતોષી લીધી હતી. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં હોકીમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પ્રથમ ક્વાર્ટરમાં 0-1 ભારતીય ટીમ પાછળ ચાલી રહી હતી. આ દરમ્યાન બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે બીજી મીનીટે સ્કોરને બરાબર કરી દીધો હતો. સીમરનજીત સિંહે શાનદાર ટોમહોક શોટ થી ગોલ કર્યો હતો. જોકે બીજા ક્વાર્ટરમાં જર્મનીએ સતત બે ગોલ કર્યા હતા. આમ ભારત ફરી એકવાર પાછળ થયુ હતુ. જેના જવાબમાં 27 મી મીનીટે હાર્દિક સિંહે ગોલ કર્યો હતો.

ત્યાર બાદ 29 મી મીનીટમાં ડે ની બહાર થી કેપ્ચન મનપ્રિત સિંહ ને બળજબરી રોકવા જતા પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જેને હરમનપ્રિતે ગોલ કરીને સ્કોર 3-3 થી બરાબર કર્યો હતો. આ પહેલા બીજા ક્વાર્ટરમાં 24 મી મીનીટે નિકલ્સ વેલ્લન અને 25 મી મીનીટે બેનેડિક્ટ ફુર્કે ફિલ્ડ ગોલ ભારત સામે કર્યા હતા.

ત્રીજા ક્વાર્ટરની શરુઆતમાં પેનલ્ટી સ્ટ્રોક વડે ભારતે સ્કોર 4-3 કરીને લીડ મેળવી હતી. જર્મન ખેલાડીઓએ ત્રીજા ક્વાર્ટરમાં મનદીપ સિંહ ને અવરોધ સર્જ્યો હતો. જેને લઇ અંપાયરે, પેનલ્ટી સ્ટ્રોક ભારતને આપ્યો હતો. જર્મનીએ તેને પડકાર કર્યો પરંતુ ટીવી રીપ્લાય, ભારત ના પક્ષમાં રહ્યો હતો. આમ રુપિન્દર સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો ચોથો ગોલ કર્યો હતો. સાથે જ ટીમ ઇન્ડીયાને 4-3 ની લીડ અપાવી હતી. ભારતે બીજા હાલ્ફની શરુઆતમાં 5-3 ની લીડ મેળવી હતી.

અંતિમ ક્વાર્ટરમાં, જર્મનીના પ્રયાસ નિષ્ફળ કર્યા

અંતિમ અને ચોથા ક્વાર્ટરમાં પુરુષ હોકી ટીમ માટે મેડલ અને નિરાશા વચ્ચે અંતિમ 15 મીનીટ રહી હતી. આ દરમ્યાન તેમણે કમાલ ને જારી રાખવા માટે પ્રયાસ કર્યો હતો. જર્મની અંતિમ ક્વાર્ટરમાં ભારત ની લીડ ને ઘટાડવા માટે પ્રયાસ કર્યો હતો. 48 મી મીનીટમાં લ્યુકાસ વિન્ડફીડરે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. 5-4 થી પાછળ રહેલ જર્મનીએ અંતિમ સમય દરમ્યાન ગોલ કરીને બરાબરી પર સ્કોરને લઇ જવા માટે પ્રયાસ કર્યો હતો જે સફળ રહ્યો નહોતો.

આ પણ વાંચોઃ Tokyo Olympics: કઝાકીસ્તાનનો ખેલાડી રમતની ખેલદીલી ચૂક્યો ! ભારતીય રેસલર રવિ દહિયાને બચકાં ભરી બાવડાંમાં દાંત ખોસી દીધા

આ પણ વાંચોઃ રેસલિંગમાં સ્વીડનની રેસલરને વિનેશ ફોગાટે 7-1થી આપી પછડાટ, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">