સુરતમાં શરુ થયો પોલીસ મોલ, પોલીસનો પરીવાર વ્યાજબી ભાવે ખરીદી કરી શકશે

|

Jul 18, 2021 | 6:26 PM

સુરત પોલીસ (Police) અને પોલીસ પરિવાર માટે એક અલાઇદો મોલ(mall)  ખોલવામાં આવ્યો છે. જેમાં પોલીસ પરિવાર આ મોલમાંથી સસ્તા ભાવે ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. આ મોલને રાજ્યનાં ગૃહમંત્રી  પ્રદિપસિંહ જાડેજા દ્વારા ઉદ્ધાટન કરી પોલીસ પરિવાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

સુરતમાં શરુ થયો પોલીસ મોલ, પોલીસનો પરીવાર વ્યાજબી ભાવે ખરીદી કરી શકશે
Police mall started in Surat

Follow us on

સુરત શહેર એટલે ઉદ્યોગોનું શહેર તરીકે જાણીતું છે. ત્યારે આ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કાર્યરત છે. પોલીસ અને પોલીસ પરિવારને સારી અને સસ્તા ભાવે ઘરની તમામ ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સુરત પોલીસ અને એક ખાનગી સંસ્થાના સહયોગથી એક કેન્ટિંગ અને મીની મોલની શરૂઆત કરવામાં આવી છે.

સુરત પોલીસ(Police) અને પોલીસ પરિવાર માટે એક અલાઇદો મોલ(mall)  ખોલવામાં આવ્યો છે. જેમાં પોલીસ પરિવાર આ મોલમાંથી સસ્તા ભાવે ચીજવસ્તુઓની ખરીદી કરી શકશે. આ મોલને રાજ્યનાં ગૃહમંત્રી  પ્રદિપસિંહ જાડેજા દ્વારા ઉદ્ધાટન કરી પોલીસ પરિવાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય તોમરના હસ્તે આ મોલ અને કેન્ટિંગ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ કેન્ટિંગનો ઉપયોગ સ્થાનિક પોલીસ અને બહારથી બંદોબસ્ત માટે આવતી પોલીસ ફોર્સ કરી શક્શે. પોલીસના જવાનો સારું અને વ્યવસ્થિત જમી શકે એવો હેતુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જ્યારે આ મોલનો ઉદેશ એવો છે કે પોલીસ જવાનોના પરિવારને સારી અને ઓછા ભાવમાં ચીજવસ્તુઓ મળી રહે એવો છે. માટે આ મોલમાં તમામ વસ્તુઓ જે જગ્યાએ પ્રોડક્ટનું ઉત્પાદન થતું હોય છે ત્યાંથી ડાયરેકટ લાવી ને તે જ ભાવે પોલીસ પરિવારને વેચવામાં આવશે. જેથી બજાર કરતા ઓછા ભાવે પોલીસના લોકોને વસ્તુઓ મળી શકે.

આ મોલ માત્ર પોલીસ માટે જ છે બીજા કોઈ સામાન્ય નાગરીક માટે નથી. કારણકે, પોલીસ પરિવારને ધ્યાનમાં રાખીને આ મોલ ઉભો કરવમાં આવ્યો છે.

સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જગ્યા ફાળવવામાં આવી અને ત્યાં જ પોલીસ મોલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ઘરમાં વપરાતી તમામ વસ્તુઓ અહીંથી મળી રહેશે. માટે હવે પછી પોલીસ પરિવારે બીજા કોઈ મોલમાં કે દુકાનમાં ખરીદી કરવા નહિ જવું પડે સાથે સસ્તા ભાવે આ મોલમાં એક જ જગ્યાએથી મામા વસ્તુઓ મળી રહેશે.

આ પણ વાંચોGujarat Top News: રાજ્યમાં રૂપાણી સરકારે લીધેલ નિર્ણય,હોય કે પછી રાજ્યમાં વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Published On - 6:22 pm, Sun, 18 July 21

Next Article