PM મોદી રાજ્યના 1.31 લાખ આવાસ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ઇ-લોકાર્પણ-ખાતમૂર્હત કરશે

|

Feb 09, 2024 | 4:24 PM

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શનિવારે આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડીસામાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવાસ યોજના ગૃહ પ્રવેશ કાર્યક્રમને વર્ચ્યુઅલ જોડાઈને ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરનાર છે. રાજ્યમાં 1.31 લાખ આવાસનું લોકાર્પણ અને ખાતમુર્હૂત થનાર છે.

PM મોદી રાજ્યના 1.31 લાખ આવાસ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ઇ-લોકાર્પણ-ખાતમૂર્હત કરશે
રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસામાં યોજાશે

Follow us on

શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેનાર છે. ડીસા એરપોર્ટ ખાતે આવાસ યોજના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવાસ યોજવાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ને કરનાર છે.

આ માટે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી હતી. જેને લઈ ડીસામાં એરપોર્ટ વિસ્તારમાં જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહેશે.

રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસામાં યોજાશે

ડીસા એેરપોર્ટ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આવાસ યોજનાના કાર્યક્રમને લઈ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લાના ધારાસભ્ય અને સાંસદ સહિત પ્રભારી મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પીએમ મોદી ગુજરાતમાં તૈયાર થયેલ અને તૈયાર થનારા 1 લાખ 31 હજાર 454 આવાસનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરશે. જેની પાછળ રુપિયા 2993 કરોડ રુપિયાનો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.

તૈયાર થયેલ આવાસમાં ગૃહપ્રવેશ કરાવાશે

વડાપ્રધાન મોદી દ્વારા આવતીકાલ શનિવારે તૈયાર થયેલા આવાસમાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવનાર છે. રાજ્યમાં સરકાર દ્વારા આધાનિક સુવિધાઓ સાથે આવાસ તૈયાર કરાવ્યા છે. જેને હવે લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવાશે. સરકાર દ્વારા ઘરના ઘરનું સપનું જોઇ રહેલા પરિવારોને માટે ગૃહ પ્રવેશ કરાવાશે. આ સાથે જ આવા પરિવારનું સપનું સાકાર થશે અને પોતાના ઘરમાં વસવાનો આનંદ થશે.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

સરકાર દ્વારા ઘરનું ઘર મળી રહે એ માટે આવાસ યોજના હેઠળ પ્રાથમિક સુવિધાઓજનક મકાન તૈયાર કરવામાં આવતા હોય છે. સરકાર તમામ લોકોને છત પુરી પાડવા માટેનો સંકલ્પ ધરાવે છે અને જેના હેઠળ જરુરિયાતોની આવશ્યતા મુજબ પ્રાથમિકતા સાથે તે પૂર્ણ કરવા પ્રયાસ હાથ ધરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:23 pm, Fri, 9 February 24

Next Article